કાઠમંડુ – બાંગ્લાદેશની એરલાઈન કંપની US-Banglaનું એક પેસેન્જર વિમાન આજે નેપાળના પાટનગર કાઠમંડુના એરપોર્ટ પર તૂટી પડ્યું છે. આ દુર્ઘટનામાં ૫૦ પ્રવાસીઓનાં મરણ નિપજ્યા છે અને બીજાં અનેક જણ ઘાયલ થયા છે. સાત પ્રવાસીનો હજી પત્તો લાગ્યો નથી. વિમાનમાં ૭૧ પ્રવાસીઓ હતા.
યૂએસ-બાંગ્લા એરલાઈન્સની ફ્લાઈટ BS211 ઢાકાથી કાઠમંડુ આવી પહોંચ્યા બાદ લેન્ડિંગ કરતી વખતે રનવે પર દુર્ઘટનાગ્રસ્ત થઈ હતી.
દુર્ઘટનાને કારણે કાઠમંડુના ત્રિભુવન ઈન્ટરનેશનલ એરપોર્ટ પર વિમાન સેવા સસ્પેન્ડ કરી દેવામાં આવી છે.
કહેવાય છે કે વિમાને લેન્ડ કર્યું એની પહેલા એમાં આગ લાગી હતી અને તે રનવે પર ઉતર્યા બાદ બાજુના ખેતરમાં સરકી ગયું હતું અને ત્યાં અટકી ગયું હતું.