અમદાવાદ-હિંમતનગર ગેજ પરિવર્તન, વર્ષાંતે સંચાલન શરુ થવાની આશા

0
2132

અમદાવાદ– ભારતીય રેલવે દ્વારા રેલવે લાઇનોના નવીનીકરણના કાર્યમાં ગુજરાતના અમદાવાદ મંડળનો સમાવેશ પણ કરવામાં આવ્યો છે. જેમાં અમદાવાદ-હિંમતનગર ગેજ પરિવર્તન પરિયોજનાનું કામ પૂરજોશમાં ચાલુ છે. રેલવેની આ લાઇન નેરોગેજમાંથી મીટર ગેજમાં પરિવર્તિત કરવામાં આવી રહી છે.આ મુલાકાતમાં અસારવા, નરોડા, ડભોડા, નાંદોલ, દહેગામ, પ્રાંતીજ, તલોદ, સોનાસણ અને હિંમતનગર સ્ટેશનો ઉપર વિવિધ કામ હાથ ધરવામાં આવ્યાં છે. જેમાં નિર્માણાધીન સ્ટેશન ભવનો, યાર્ડ લેઆઉટ, સર્ક્યૂલેટિંગ એરિયા તથા લાઇન પર આવતાં નાનામોટા બ્રિજ, રોડ અન્ડર બ્રિજ, ફૂટ ઓવરબ્રિજ, ટ્રેક વગેરે કામ જલદીમાં જલદી પૂર્ણ કરવાની કોશિશ થઇ રહી છે.પશ્ચિમ રેલવેની આ પરિયોજનાની કામો આ વર્ષના અંત સુધી પૂર્ણ કરી સંચાલન શરુ કરવાની ગણતરી છે.

અમદાવાદ-હિંમતનગર પરિયોજનાના કામોમાં થઇ રહેલી પ્રગતિને લઇને સમીક્ષા મુલાકાત યોજવામાં આવી હતી. સમીક્ષા મુલાકાતમાં પશ્ચિમ રેલવેના મુખ્ય પ્રશાસન અધિકારી એમ કે ગુપ્તા અને તમામ ઉચ્ચ અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યાં હતાં. અમદાવાદ-હિંમતનગર લાઇન ઉપરાંત અમદાવાદ-મહેસાણા તથા મહેસાણા-વડનગર લાઇનમાં પણ પરિવર્તન કાર્યોની સમીક્ષા કરવામાં આવી રહી છે.