જાપાનની દુર્ઘટનાના 7 વર્ષ: અમેરિકા કાંઠે કેટલું રેડિયેશન?

જાપાનના ઈશાન ભાગમાં ૮.૯ની તીવ્રતાનો શક્તિશાળી ભૂકંપ આવ્યો હતો અને તેના પગલે મોટા પાયે સુનામી આવી હતી. તેના કારણે ફુકુશિમા ડૈચી પરમાણુ વીજ પ્લાન્ટમાં પીગલન શરૂ થયું હતું. આ ઘટનાને સાત વર્ષ વીતી ગયાં છે. એ સમયે રેડિયો સક્રિય સામગ્રીઓ પ્લાન્ટમાંથી નીકળીને હવા અને મહાસાગરમાં પ્રસરી ગઈ હતી ને તે અમેરિકાના પશ્ચિમ કિનારા તરફ જવા લાગી હતી.

હવે જ્યારે આ ઘટનાને સાત વર્ષ પસાર થઈ ગયાં છે ત્યારે અમેરિકા અને કેનેડાના પશ્ચિમ કાંઠે પાણીમાં રેડિયો સક્રિય તત્વો કેટલાં? અને હવા તથા મુખ્ય ભૂમિની માટી કેટલી રેડિયો સક્રિય છે?પ્રશાંત મહાસાગરમાં અમેરિકા અને કેનેડાના દરિયામાં પાણી પ્રદૂષિત છે તેમ વિશ્લેષણો કહે છે, પરંતુ રેડિયેશન સ્તર પર્યાવરણ સુરક્ષા સંસ્થાએ સ્થાપિત કરેલા સંઘીય ધોરણો કરતાં ઘણું નીચે છે તેમ માસાચુસેટ્સના વૂડ્સ હૉલમાં વૂડ્સ હૉલ ઑશિયનોગ્રાફિક ઇન્સ્ટિટ્યૂશન ખાતે વરિષ્ઠ વૈજ્ઞાનિક કેન બ્યુએસેલરનું કહેવું છે.

આ સ્તર એટલું નીચે છે કે આખું વર્ષ, રોજ, આઠ કલાક તેમાં તરો તો વ્યક્તિના રેડિયેશનની વાર્ષિક માત્રામાં, એક વાર ડેન્ટલ એક્સરેથી ૧,૦૦૦ ગણો ઘટાડા જેટલી માત્રા જેટલો વધારો થશે. બ્યુએસેલર કહે છે કે “આ બહુ નાનું જોખમ છે જે મારા મત પ્રમાણે ખૂબ જ નગણ્ય છે. હું આ પાણીમાં સ્વિમિંગ કરી શકું. આ પાણીમાંથી મળતું દરિયાઈ ભોજન હું કોઈ પણ જાતની ચિંતા વગર ખાઈ શકું છું.”

પરંતુ એ સમજી શકાય તેમ છે કે કેટલાક લોકોને ફુકુશિમા વીજ પ્લાન્ટમાંથી રેડિયેશન અંગે તંદુરસ્તીને લગતી ચિંતા છે તેમ ન્યૂ મેક્સિકો સ્ટેટ યુનિવર્સિટીના કાર્લ્સબેડ એન્વાયરમેન્ટલ મૉનિટરિંગ ખાતે રેડિયોકેમિસ્ટ્રીના વરિષ્ઠ વૈજ્ઞાનિક પૂનમ ઠાકુરનું કહેવું છે.

આ રેડિયેશન અદૃશ્ય અને ગંધવિહીન છે અને તેના ઊંચા સ્તરના સંપર્કમાં આવવાથી જીવલેણ કેન્સરનું જોખમ વધી જાય છે તેવી બાબતમાંથી આ બીક ઉદભવી છે તેમ ઠાકુર કહે છે. વૈજ્ઞાનિકો અને જનતા વચ્ચે સંવાદ વધારીને લોકોની આ ચિંતાને હળવી કરી શકાય છે.

આ ઘટનાનાં મૂળ ૧૯૪૫માં છે. જો તમે ઇતિહાસ તરફ નજર નાખશો તો જણાશે કે પરમાણુ ઉદ્યોગો જનતા માટે બહુ ખુલ્લાં નથી. પરંતુ હવે તો આંકડા બહુ સરળતાથી પ્રાપ્ય છે. બ્યુએસેલર, ઠાકુર અને તેમના સાથીઓએ તેમનું સંશોધન પણ પ્રગટ કર્યું છે. આથી લોકોએ હવે બીક ત્યાગવી જોઈએ.

ફુકુશીમા દુર્ઘટના વખતે પ્લાન્ટમાંથી હવા અને મહાસાગરમાં ભળે તેવા રેડિયોએક્ટિવ દ્રવ્યો નીકળ્યાં હતાં. ૧૨ માર્ચે તેનો પ્રારંભ થયો હતો અને તેના ત્રણ દિવસ પછી તે ઉત્તર અમેરિકાના પશ્ચિમ દરિયા કાંઠે અથડાયા હતા તેમ એક કમ્પ્યૂટર મોડલનું કહેવું છે. તેમાં આયોડિન-૧૩૧ (જેનું આયુષ્ય આ દિવસ કરતાં પણ ઓછું છે, અર્થાત્ કે અડધા ભાગનું તો તે આ સમયગાળા દરમિયાન નાશ પામ્યું હશે), સેશિયમ-૧૩૪ (૨.૧ વર્ષ) અને સેશિયમ-૧૩૭ (૩૦.૧ વર્ષ)નો સમાવેશ થતો હતો. આ ઉપરાંત ટેલ્યુરિયમ (૩.૨ દિવસ) અને આયોડિન-૧૩૨ (૨.૩ વર્ષ)નો પણ તેમાં સમાવેશ થતો હતો, તેમ એક પત્રનું કહેવું છે. આ પત્ર ઠાકુરે ૨૦૧૨માં જર્નલ ઑફ એન્વાયરમેનટલ મૉનિટરિંગમાં કોઈની સાથે મળીને લખ્યો હતો.

અકસ્માતના નવ દિવસ પછી, રેડિયોએક્ટિવ વાદળ ઉત્તર અમેરિકાને વટ્યું હતું, તેમ સંશોધકોએ અભ્યાસમાં લખ્યું હતું. આ સમય દરમિયાન, ફુકુશિમા રેડિયોન્યુક્લાઇડ્સનું નિમ્ન સ્તર વરસાદ અને પીવાના પાણી, ઘાસ અને દૂધના નમૂનાઓમાં જોવા મળ્યા હતા.

જોકે, એ નોંધવું અગત્યનું છે કે અમેરિકામાં પકડાયેલા તમામ રેડિયેશનના સ્તરો ખૂબ જ નીચા હતા. જનતા અને પર્યાવરણની ચિંતા કરતાં તો ઘણાં નીચાં, તેમ તેઓએ લખ્યું હતું.

એપ્રિલથી મે ૨૦૧૧માં રેડિયો એક્ટિવ સ્તર ઘટ્યું, તેનું કારણ એ હતું કે મોટા ભાગનાં દ્રવ્યોનું આયુષ્ય અડધી જિંદગીનું જ બચ્યું હતું. દા.ત. આઠ દિવસની અડધી જિંદગી સાથે આયોડિન-૧૩૧ એ ૧૦ અડધી જિંદગી અથવા ૮૦ દિવસ પછી મૂળભૂત રીતે નાશ જ પામ્યું હોય. કેટલાંક પરીક્ષણોમાં મે ૨૦૧૧ પછી ફુકુશીમા સંબંધિત કોઈ રેડિયોન્યુક્લાઇડ મળી નથી આવ્યાં.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]