ટેક્સ ફ્રોડ કરનારની કબૂલાત, ઈ-ફાઈલિંગ સિસ્ટમમાં મોટી ખામી

મુંબઈઃ મુંબઈના એરોલી વિસ્તારમાં 22 ફેબ્રુઆરીએ ઈનકમ ટેક્સ અધિકારીઓએ રાજેશ તિવારીની ઓફિસ પર રેડ કરી હતી. તેમણે અધિકારીઓને જે જાણકારી આપી તેનાથી તમામ લોકો દંગ રહી ગયા. તે હજારો કરદાતાઓની વાસ્તવિક ઈનકમ છુપાવીને તેમના માટે ટેક્સ રીફંડ ક્લેમ કરી રહ્યાં હતાં. તિવારી પોતાને સીએ જણાવતો હતો જ્યારે તે સીએ હતો જ નહીં.

ટેક્સ અધિકારીઓએ જણાવ્યું કે તિવારીના કબૂલાતનામાથી ઓનલાઈન ટેક્સ રીટર્ન ફાઈલિંગની મોટી ખામી સામે આવી છે. ઈનકમ ટેક્સ ડિપાર્ટમેન્ટે મુંબઈ અને બેંગલોરમાં એવા ફ્રોડની જાણકારી પ્રાપ્ત કરી છે કે જે આ પ્રકારના ગોરખધંધાનો એક નાનો ભાગ હોઈ શકે છે. સરકારે પારદર્શિતા વધારવા અને સગવડ માટે ઓનલાઈન રીટર્ન ફાઈલિંગ સિસ્ટમ શરૂ કરી હતી. આમાં સપોર્ટિંગ ડોક્યુમેન્ટ અપલોડ કર્યા વગર ટેક્સ રીફંડ ક્લેમ કરી શકાય છે. તિવારી જેવા લોકો મેડિકલ ઈન્શ્યોરન્સ પ્રીમિયમ, વિકલાંગ આશ્રિતના ખર્ચ પર ખર્ચ કરવામાં આવેલી રકમ, ગ્રેજ્યુટી, એચઆરએ, લીવ ટ્રાવેલ એલાઉંસ સહિત દસ્તાવેજ અપલોડ કર્યા વિના રીફંડ ક્લેમ કરી રહ્યાં હતાં.

પ્રાપ્ત માહિતી અનુસાર તિવારીએ અધિકારીઓને જણાવ્યું કે તેમના જેવા ઘણા લોકો સિસ્ટમની કમજોરીનો ફાયદો ઉઠાવી રહ્યા છે. એરોલીમાં ચાર લોકોની એક ગેંગ દ્વારા 18 હજાર ખોટા ટેક્સ રિફંડ ક્લેમ કર્યા હતા. તિવારી અને તેમના પાર્ટનર ભૂષણે હજારો ખોટા રિટર્ન ફાઈલ કર્યા હતા જ્યારે ત્રિપાઠી અને સત્ય મિશ્રા તેમના બ્રોકર તરીકે કામ કરતા હતાં. તે તિવારી અને ભૂષણ માટે ગ્રાહકની શોધ કરતા હતા. તેમના ગ્રાહકોમાં ઘણા મલ્ટિનેશનલ અને સરકારી કંપનીઓના કર્મચારીઓ પણ સમાવિષ્ટ હતા. તિવારીએ અધિકારીઓને કહ્યું કે ભણેલા-ગણેલા અને ટેક્નોલોજીની સમજણ રાખનારા તેમના ગ્રાહકો તેમનો સંપર્ક એટલા માટે કરતા હતા કારણ કે પકડાઈ જવા પર તે તેમને દોષિત સાબીત કરી શકે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]