એવી કોઈ અભિનેત્રી છે જે પહેલા જેની હીરોઈન બની હોય પછી એ જ અભિનેતાની માતાની પણ ભૂમિકા ભજવી હોય?

(‘ચિત્રલેખા’ના ફિલ્મ મેગેઝિન ‘જી’ના ૧-૧૫ મે, ૧૯૯૮ અંકમાં પ્રકાશિત સવાલ-જવાબની ‘પૂછપરછ’ કોલમમાંથી સાભાર)

ગિરીશ પરમાર (વેરાવળ)

વહીદા રહેમાન, અમિતાભ બચ્ચન ‘કભી કભી’માં પતિ-પત્ની

સવાલઃ એવી કોઈ અભિનેત્રી છે જે પહેલા જેની હીરોઈન બની હોય પછી એ જ અભિનેતાની માતાની પણ ભૂમિકા ભજવી હોય?

જવાબઃ ઘણી અભિનેત્રીઓએ આવી ભૂમિકા ભજવી છે. ‘પતિત પાવન’માં જયરાજની હીરોઈન બનેલાં દુર્ગા ખોટેએ ‘સિંગાર’માં એમની માનો રોલ કર્યો. સુરૈયા ‘શોખિયાં’માં પ્રેમનાથની નાયિકા બની તો ‘રુસ્તમ સોહરાબ’માં મા, ‘એક ચદ્દર મૈલી સી’માં રિશીની હીરોઈન બનેલી હેમા માલિનીએ ‘વિજય’માં રિશીની માતાનો રોલ કર્યો. અમિતાભની ‘કસ્મે વાદે’, ‘ઝુર્માના’, ‘ત્રિશુલ’ જેવી ફિલ્મોની હીરોઈન રાખી પાછળથી ‘શક્તિ’માં મા તરીકે આવી, ‘કભી કભી’માં અમિતાભની પત્ની બનેલી વહીદા રહેમાન ‘નમક હલાલ’, ‘કૂલી’માં મા બની હતી તો અમિતાભને ડબલ રોલમાં ચમકાવતી ‘અદાલત’માં વહીદાએ પ્રેમિકા અને મા બંને ભૂમિકા ભજવી હતી.

વહીદા રહેમાન, અમિતાભ બચ્ચન ‘નમક હલાલ’માં માતા-પુત્રનાં રોલમાં