વોરેન બફેટ પેટીએમ સાથે કરી શકે છે ભાગીદારી, ભારતમાં હશે પહેલું રોકાણ

નવી દિલ્હીઃ દુનિયાના સૌથી મોટા ઈન્વેસ્ટર્સમાંથી એક વોરેન બફેટની બર્કશાયર હૈથવે ભારતની મોબાઈલ વોલેટ કંપની પેટીએમની પેરેંટ ફર્મ વન97 કમ્યુનિકેશન્સમાં ભાગીદારી ખરીદી શકે છે. જો આવું થાય તો આ વોરેન બફેટનું ભારતમાં પહેલું ઈન્વેસમેન્ટ હશે. પ્રાપ્ત માહિતી અનુસાર પેટીએમ દ્વારા આ વર્ષે ફેબ્રુઆરીની શરુઆતથી જ બર્કશાયર હૈથવે સાથે વાતચીત ચાલી રહી છે. પેટીએમ આશરે 2200 થી 2500 કરોડ રુપિયા જોડવાની યોજના બનાવી રહી છે. રિપોર્ટ અનુસાર ફંડ મળવાથી કંપનીની વેલ્યુએશન આશરે 10 થી 12 કરોડ ડોલર થઈ જશે.

માનવામાં આવી રહ્યું છે કે આ ડીલની જાહેરાત આવનારા બે સપ્તાહની અંદર થઈ શકે છે. ત્યારે આ બર્કશાયર હૈથવેનું ભારતના સ્ટાર્ટઅપ ઈકોસિસ્ટમમાં પહેલું ઈન્વેસમેન્ટ હશે. તો આ સાથે જ આ પ્રાઈવેટ ટેક્નોલોજી કંપનીમાં કરવામાં આવનારુ પહેલું ઈન્વેસમેન્ટ પણ હશે. આ પહેલા બર્કશાયરે પસંદગીની પબ્લિક લિસ્ટેડ કંપનિઓમાં ઈન્વેસમેન્ટ કર્યું હતુ. આનાથી સૌથી પ્રમુખ આઈબીએમ કોર્પ અને એપલ છે. જો કે બર્કશાયર થોડા સમય પહેલા જ આઈબીએસથી બહાર નિકળી ગઈ છે પરંતુ તેની પાસે અત્યારે એપલના સ્ટોક છે.

સીએનએનના રિપોર્ટ અનુસાર બફેટે વર્ષ 2011માં બર્કશાયર ઈંડિયાને બનાવી હતી અને ઈન્શ્યોરંસ વેચવા માટે બજાજ સાથે પાર્ટનરશિપ કરી હતી. જો કે બે વર્ષ બાદ જ બર્કશાયર આ પાર્ટનરશિપથી બહાર થઈ ગઈ હતી. કંપનીનું કહેવું હતું કે વધારે રેગ્યુલેશનના કારણે તે બહાર નિકળી રહી છે.

પેટીએમ પાસે પહેલાથી જ દુનિયાના મોટા ઈન્વેસ્ટર્સ છે જેવી રીતે જાપાનનું સોફ્ટબેંક ગ્રુપ, ચીનનું અલીબાબા ગ્રુપ અને એન્ટ ફાઈનાંશિયલ. તો આ સાથે જ સેઈફ પાર્ટનર્સ અને મીડિયાટેક પણ પેટીએમના ઈન્વેસ્ટર્સ છે. પેટીએમનો દાવો છે કે તેમણે 4 અરબ ડોલરના મંથલી ગ્રાસ ટ્રાંઝેક્શન્સ વેલ્યૂને સ્પર્શી લીધી છે. જૂનમાં પૂર્ણ થતા ક્વાર્ટરમાં ટ્રાંઝેક્શનની સંખ્યા 1.3 કરોડ પર પહોંચી ગઈ છે.