આલિયા ભટ્ટને 25મા જન્મદિન નિમિત્તે શુભેચ્છા…

0
1661

મુંબઈ – બોલીવૂડની યુવા અને પ્રતિભાશાળી અભિનેત્રી આલિયા ભટ્ટનો આજે જન્મદિવસ છે. એ આજે 25 વર્ષની થઈ છે.

આલિયા 6 વર્ષથી હિન્દી સિનેમામાં છે અને એણે અત્યાર સુધીમાં 10 ફિલ્મમાં કામ કર્યું છે. ‘સ્ટુડન્ટ ઓફ ધ યર’ એની પહેલી ફિલ્મ હતી.

હાલ એની પાસે ત્રણ ફિલ્મ છે – રાઝી, ગલી બોય અને બ્રહ્માસ્ત્ર.

અત્યાર સુધીની કારકિર્દીમાં આલિયાની માત્ર એક જ ફિલ્મ ફ્લોપ ગઈ છે. હાલ એ બોલીવૂડની સફળ અભિનેત્રીઓમાંની એક ગણાય છે.

એ જુદા જુદા રોલ અને ફિલ્મો સ્વીકારતી રહીને દર્શકો પર પોતાનો પ્રભાવ જાળવી રાખવામાં સફળ રહી છે.