એનડીડીબી ફાઉન્ડેશન ફોર ન્યુટ્રિશનઃ “વર્લ્ડ સ્કૂલ મિલ્ક ડે” ઉજવણી

આણંદ- એનડીડીબી ફાઉન્ડેશન ફોર ન્યુટ્રિશન (NFN) દ્વારા આજે શુક્રવારે અમૂલ ડેરી રોડ આણંદ(ગુજરાત)ની પ્રાથમિક શાળાની કન્યા છાત્રાઓ સાથે “વર્લ્ડ સ્કૂલ મિલ્ક ડે” મનાવવામાં આવ્યો હતો. આ પ્રસિદ્ધ દિવસ શાળાની છાત્રાઓને દૂધ પૂરૂ પાડીને તથા તે પછી દૂધના વપરાશના મહત્વ અંગે જાણકારી આપતી રસપ્રદ બેઠક યોજીને મનાવવામાં આવ્યો હતો.

“વર્લ્ડ સ્કૂલ મિલ્ક ડે” મનાવવાની શરૂઆત વર્ષ 2000માં યુનાઈટેડ નેશન્સના ફૂડ એન્ડ એગ્રિકલ્ચર ઓર્ગેનાઈઝેશન દ્વારા કરવામાં આવી હતી અને તે દરેક સપ્ટેમ્બરના છેલ્લા બુધવારે મનાવવામાં આવે છે. આ વર્ષ આ મહત્વપૂર્ણ દિવસ 18મા વર્લ્ડ સ્કૂલ મિલ્ક ડે તરીકે તા. 27 સપ્ટેમ્બર, 2017ના રોજ મનાવવામાં આવ્યો  હતો. દુનિયાભરના દેશો દર વર્ષે વર્લ્ડ સ્કૂલ મિલ્ક ડેની ઉજવણી કરીને સ્કૂલ મિલ્ક પ્રોગ્રામ દ્વારા આરોગ્યનું મહત્વ સમજાવે છે.  આ સંદર્ભે વિશ્વના 25 દેશોમાં “વર્લ્ડ સ્કૂલ મિલ્ક ડે” મનાવવામાં આવે છે.

એનડીડીબી ફાઉન્ડેશન ફોર ન્યુટ્રિશનએ ભારતની શાળાઓનાં બાળકોનો આરોગ્યનો ગુણાંક ઊંચો લઈ જવા માટે નેશનલ ડેરી ડેવલપમેન્ટ બોર્ડ દ્વારા ટ્રસ્ટ/સોસાયટી તરીકે હાથ ધરાતો ઉમદા પ્રયાસ છે. તેનુ મિશન (ધ્યેય) કુપોષણની સમસ્યા હલ કરવા માટે  દરેક બાળકને માટે દૂધનો ગ્લાસ ઉપલબ્ધ કરવાનો છે. NFN દ્વારા આ નિસબત હલ કરવા માટે શૈક્ષણિક ઈન્ફ્રાસ્ટ્રકચરનો ઉપયોગ કરીને ભોજનની સાથે દૂધ ઉપલબ્ધ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. હાલમાં NFN દ્વારા 200મી.લી. ફ્લેવર્ડ ફોર્ટીફાઈડ (વિટામીન ઉમેરેલું) દૂધ તમામ કામકાજના દિવસો દરમિયાન 11,000 વિદ્યાર્થીઓને દિલ્હી, નોઈડા (યુપી), ગુજરાત અને તેલંગાણાની 13 સરકારી શાળાઓને એનડીડીબીની પેટાકંપનીઓ મારફતે કોર્પોરેટ સામાજીક જવાબદારીની ફાળવણી દ્વારા પૂરૂ પાડવામાં આવે છે.

“વર્લ્ડ સ્કૂલ મિલ્ક ડે” મનાવવાની સાથે સાથે એનડીડીબીના સિનિયર અધિકારીઓ દ્વારા ક્વિઝ રાઉન્ડ મારફતે જાગૃતિ બેઠકનું આયોજન કરવામાં આવે છે, જેમાં વિદ્યાર્થી ઉત્સાહભેર સામેલ થાય છે અને દરેક વિદ્યાર્થી પોતાના પ્રતિભાવ આપે છે. તેમને પ્રોત્સાહિત કરવા ઈનામો આપવામાં આવે છે. કાર્યકમનુ સમાપન વિદ્યાર્થીઓને ફ્લેવર્ડ ફોર્ટીફાઈડ દૂધના વિતરણથી થાય છે.