GSTના નવા દર આજથી લાગુ, હોટલમાં જમવાનું થયું સસ્તું

નવી દિલ્હી- જીએસટી કાઉન્સીલે ગત શુક્રવારે 200 ઉત્પાદનો પર ટેક્સ રેટ ઘટાડ્યો છે. જેમાં 178 ચીજવસ્તુઓ 28 ટકાના સ્લેબમાંથી કાઢીને 18 ટકાના સ્લેબમાં મુકી દીધી છે. જેનો અમલ આજથી થયો છે.

હવેથી તમારે તમારા ગ્રોસરી બિલનું વધારે ધ્યાન રાખવું પડશે. મેક્સિમમ રિટેલ પ્રાઈઝ પર વેચાનારી ચોકલેટ, ટૂથપેસ્ટ, શેમ્પૂ, વોશિંગ પાવડર અને શેવિંગ ક્રીમ જેવી ઘણી વસ્તુઓના ભાવ ઘટી જશે. જીએસટીના ઊંચા સ્લેબ 28 ટકાને 18 ટકાના સ્લેબમાં લાવવામાં આવશે એટલા માટે આ તમામ વસ્તુઓના ભાવ ઘટવાના છે. ગ્રોસરી બિલ જ નહી પરંતુ પોતાના રેસ્ટોરા ફૂડ બિલને પણ વ્યવસ્થિત રીતે ચેક કરવું, કારણ કે હોટલના બિલને પણ 12% અને 18% ના સ્લેબથી હટાવીને 5% સુધી કરવામાં આવ્યા છે.આ સેક્ટરની કંપનીઓએ પોતાના ટ્રેડ ચેનલમાં સૂચના આપવાની શરૂ કરી દીધી છે કે ટેક્સ કટનો ફાયદો ગ્રાહકોને જલ્દી આપવામાં આવે. કારણકે રિવાઈઝ સ્ટિકર લગાવવા માટે નવું સ્ટિકર પ્રિન્ટ કરાવવા માટે સમય લાગશે. મેક્સિમમ રિટેલ પ્રાઈઝમાં ટેક્સવાળો ભાગ પણ હોય છે, જેથી કરીને જો કોઈ કંપની કોઈ કોઈપણ પ્રોડક્ટની બેઝ પ્રાઈઝ અથવા ડિસ્ટ્રીબ્યૂટર અને ડીલરનું માર્જીન વધારવા માટે નિર્ણય ન કરે તો તેનો ભાવ ઉતરવો જોઈએ.