જેટ એરવેઝના કર્મીઓ, બેંકો સહિતના લેણદારોને આ તારીખ સુધી વિગતો આપવા આદેશ

મુંબઈઃ નાદારી નોંધાવી ચૂકેલી જેટ એરવેઝના લેણદારો પાસેથી મધ્યસ્થી માટે નીમાયેલી અધિકારી સંસ્થાએ એમના લેણાંની વિગતો મગાવી છે. સ્ટેટ બેન્કની આગેવાનીવાળી 26 બેન્કોનું કુલ 8500 કરોડ રૂપિયાનું દેવું આ એરલાઈન્સે ભરવાનું બાકી છે, ઉપરાંત વિક્રેતાઓ અને કર્મચારીઓને આશરે 13000 કરોડ રૂપિયા ચૂકવવાના બાકી છે.

લેણદારોએ 4 જુલાઈ સુધી એમના લેણા બાબતે પૂરાવા સાથેની વિગતવાર માહિતી પૂરી પાડવાની છે એવું દેવાદારીની કાર્યવાહી કરી રહેલી મધ્યસ્થ સંસ્થા ગ્રાન્ટ થોર્નટને સત્તાવાર નોટિસ આપી જાહેર કર્યું છે.

એરલાઈનમાં 51 ટકા હિસ્સો ધરાવતા રોકાણકારોને કોઈ ખરીદનાર ન મળતાં અંતે 17 જૂને કંપનીને નેશનલ કંપની લૉ ટ્રિબ્યુનલમાં લઈ ગઈ હતી. એરલાઈન્સની સર્વિસ 17 એપ્રિલથી બંધ થઈ ગઈ હતી. રિપોર્ટ્સ પ્રમાણે હિન્દુજા તરફથી આવેલી એક માત્ર બીડને રોકાણકારો કે બેન્ક સ્વીકારી શકે એમ ન હતું. રોકાણકારોની અરજી સ્વીકાર્યા પછી ટ્રિબ્યુનલે રિઝોલ્યુશન પ્રોસેસ ત્રણ મહિનામાં પૂરી કરવાની સૂચના આપેલી છે.