રાજ્યસભાની ચૂંટણીઃ નામો અંગે કોંગ્રેસની બેઠક, તો ભાજપમાં પણ બોલાયાં નામ…

ગાંધીનગર:  ગુજરાતમાં રાજ્યસભાની ખાલી પડેલી 2 બેઠકો પર આગામી 5મી જુલાઈએ ચૂંટણી યોજાશે. આ ચૂંટણીને લઈને રણનીતિ ઘડવા માટે  ગુજરાત કોંગ્રેસ ધારાસભ્ય દળની ગાંધીનગર ખાતે બેઠક મળી હતી. જેમાં કોંગ્રેસના તમામ ધારાસભ્યોને રાજયસભા ચૂંટણીમાં મતદાન અંગે માર્ગદર્શન આપવા ઉપરાંત બેઠકમાં રાજ્યસભાના ઉમેદવાર અંગે ચર્ચા કરવામાં આવી હતી.

રાજ્યસભાની ચૂંટણીમાં ગુજરાતમાંથી નેતાઓના નામની શક્યતા નહીંવત છે. મળતી માહિતી પ્રમાણે કોંગ્રેસમાં મલ્લિકાઅર્જુન ખડગે અને જયરામ રમેશના નામની ચર્ચા શરૂ થઈ છે. ત્યારે સુપ્રીમનો ચૂકાદો કોંગ્રેસ તરફી રહેશે તો જયરામ રમેશ પર પસંદગી કળશ ઢોળાય તેવી શક્યતા છે.

ફાઈલ ચિત્ર

આ ઉપરાંત આગામી વિધાનસભા સત્રમાં સરકારને વિવિધ મુદ્દે ઘેરવા માટે પણ રણનીતિ ઘડવામાં આવશે જેમાં મગફળીકાંડ, સૂરત આગનો મુદ્દે વગેરે મુદ્દાઓનો સમાવેશ થાય છે. આ બેઠકમાં ભરતસિંહ સોલંકી, અમિત ચાવડા, અર્જુન મોઢવાડિયા સહિત કોંગ્રેસના ધારાસભ્યો હાજર રહ્યાં હતાં.

આજે મળેલી બેઠકમાં કોંગ્રેસના ધારાસભ્ય અલ્પેશ ઠાકોર અને ધવલસિંહ ઝાલાની ગેરહાજરી જોવા મળી હતી, જ્યારે અલ્પેશ ઠાકોરના સમર્થક અને બેચરાજીના ધારાસભ્ય ભરતજી ઠાકોર હાજર રહ્યાં હતાં. બીજીતરફ ભાજપ તરફથી પણ રાજ્યસભામાં ઉમેદવારી અંગે અનેક ચર્ચાઓ છવાઈ હતી જેમાં આજે ભાજપમાં વિધિવત જોડાયેલાં વિદેશપ્રધાન એસ જયશંકર અને જુગલ ઠાકોરના નામો ચર્ચાઈ રહ્યાં હતાં. આવતીકાલે જોકે નામાંકનપત્ર ભરાતાં જ તમામ અટકળોનો અંત આવી જશે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]