આવી રહી છે હોરર કોમેડી વેબસીરિઝ ‘બૂ સબકી ફટેગી’…

ઓલ્ટ બાલાજી કંપની તેની પહેલી જ હોરર-કોમેડી વેબસીરિઝ લાવી રહી છે - 'બૂ સબકી ફટેગી'. એની જાણકારી માટે 24 જૂન, મુંબઈમાં તુષાર હાઉસ ખાતે પત્રકાર પરિષદ બોલાવવામાં આવી હતી. એ વખતે વેબસીરિઝના કલાકારો - તુષાર કપૂર, મલ્લિકા શેરાવત, સંજય મિશ્રા, કિકુ શારદા, કૃષ્ણા અભિષેક, વિપુલ રોય, શ્વેતા ગુલાટી, સાક્ષી પ્રધાન, અનિલ ચરનજીત, સબા સૌદાગર અને દિગ્દર્શક ફરહાદ સામજી હાજર રહ્યાં હતાં અને પત્રકારોને આ વેબસીરિઝ વિશે જાણકારી આપી હતી. આ વેબસીરિઝમાં ચમકીને તુષાર કપૂર અને મલ્લિકા શેરાવત ડિજિટલ સ્તરે ડેબ્યૂ કરશે. આ બંને કલાકાર છેલ્લા ઘણા સમયથી બોલીવૂડથી દૂર રહ્યાં છે. તુષાર છેલ્લે 'ગોલમાલ અગેઈન'માં જોવા મળ્યો હતો જ્યારે મલ્લિકા 'ઝીનત' ફિલ્મમાં જોવા મળી હતી. આ વેબસીરિઝનું નિર્માણ તુષારની બહેન એકતા કપૂર કરી રહી છે. એકતાએ આ વેબસીરિઝનું પહેલું પોસ્ટર શેર કર્યું છે. આ વેબસીરિઝની વાર્તા કેટલાક મિત્રોની છે જેઓ એક સ્થળે ફરવા જાય છે જ્યાં એમનો ભેટો એક ભૂતડી સાથે થાય છે. મલ્લિકા શેરાવત ભૂતડી હસીનાનો રોલ કરી રહી છે. ઓલ્ટ બાલાજી એ ભારતીય સબસ્ક્રિપ્શન-બેઝ્ડ વિડિયો ઓન ડીમાન્ડ પ્લેટફોર્મ છે અને બાલાજી ટેલીફિલ્મ્સ લિમિટેડની પેટા-કંપની છે. (તસવીરોઃ દીપક ધુરી)
(જુઓ ‘બૂ સબકી ફટેગી’નું પોસ્ટર)…

(જુઓ ‘બૂ સબકી ફટેગી’નું ટ્રેલર)…

httpss://youtu.be/P7o2yeg1KNI

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]