દેવું અને સ્પેક્ટ્રમની ચૂકવણી માટે 16,500 રૂપિયા એકત્રિત કરશે એરટેલ

0
1648

નવી દિલ્હીઃ દૂર સંચાર કંપની ભારતી એરટેલને દેવું ચૂકવવા અને સ્પેક્ટ્રમને લઈને ચૂકવણી માટે 16,500 કરોડ રૂપિયા જોડવાની બોર્ડ ઓફ ડિરેક્ટર્સ દ્વારા મંજૂરી મળી ગઈ છે. એરટેલે નિયમનકારી સૂચનામાં કહ્યું છે કે કંપનીના બોર્ડ ઓફ ડિરેક્ટર્સે ખાનગી આયોજન આધાર પર એનસીડી જાહેર કરીને 10 હજાર કરોડ રૂપિયા સુધી એકત્ર કરવાની મંજૂરી આપી છે. તો આ સાથે જ કંપનીએ એક અબજ ડોલરના વિદેશી મુદ્રા બોન્ડ જાહેર કરીને જોડશે. કંપની 10 હજાર કરોડ રૂપિયા જેટલી રકમ હપ્તામાં ચૂકવશે. આના માટે જરૂરીયાત અનુસાર સ્વીકૃતી લેવામાં આવશે. એરટેલ હવે આ પ્રસ્તાવોની મંજૂરી માટે શેરધારકો પાસે જશે. કંપની પર 31 ડિસેમ્બર 2017માં એકીકૃત દેવું 1,714 થઈ રહ્યું છે જે આના પહેલાના ત્રિમાસીક ગાળામાં 91,480 કરોડ રૂપિયા હતું.