સાઉધમ્પ્ટનમાં ભારત-ઈંગ્લેન્ડ ચોથી ટેસ્ટ…

0
770
સાઉધમ્પ્ટનના રોઝ બાઉલ ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે 30 ઓગસ્ટ, ગુરુવારથી ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે ચોથી ટેસ્ટ મેચ શરૂ થઈ છે. પહેલા દિવસે ઈંગ્લેન્ડનો પહેલો દાવ 246 રનમાં પૂરો થયા બાદ ભારતે દિવસને અંતે એકેય વિકેટ ગુમાવ્યા વગર 19 રન કર્યા હતા. ભારતના બોલરો – જસપ્રીત બુમરાહ, ઈશાંત શર્મા, મોહમ્મદ શમી, આર. અશ્વિન અને હાર્દિક પંડ્યાની કાતિલ બોલિંગને કારણે ઈંગ્લેન્ડે એક સમયે માત્ર 86 રનના સ્કોર પર જ 6 વિકેટ ગુમાવી દીધી હતી, પણ ઓલરાઉન્ડર સેમ કરને 78 રન, મોઈન અલી અને સ્ટુઅર્ટ બ્રોડે 17 રન કરી લડત આપતાં ઈંગ્લેન્ડ બચીને 200નો આંક પાર કરી શક્યું હતું. ઈંગ્લેન્ડના કેપ્ટન જો રૂટે ટોસ જીતી પહેલા બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. પાંચ મેચોની સીરિઝમાં ઈંગ્લેન્ડ 2-1થી આગળ છે.