દુતી ચંદ છે બીજા નંબરની ફાસ્ટેસ્ટ એશિયન મહિલા…

ઓડિશાનિવાસી દુતી ચંદે જકાર્તામાં 18મી એશિયન ગેમ્સમાં 26 ઓગસ્ટ, રવિવારે મહિલાઓની 100 મીટરની દોડમાં બીજા ક્રમે આવીને સિલ્વર મેડલ જીત્યો હતો. એણે 11.32 સેકંડનો સમય નોંધાવ્યો હતો. આ રેસનો ગોલ્ડ મેડલ બેહરીનની ઓડિયોંગ ઈડીડિંગે 11.30 સેકંડ સાથે જીત્યો હતો અને કાંસ્ય ચંદ્રક જીત્યો છે ચીનની વેઈ યોંગલીએ – 11.33 સેકંડના સમય સાથે. મહિલાઓની 400 મીટરની દોડમાં હિમા દાસે બીજા ક્રમે આવીને રજત ચંદ્રક જીત્યો હતો તો પુરુષોના વિભાગમાં 400 મીટરની જ દોડમાં મોહમ્મદ અનસ બીજા ક્રમે આવ્યો હતો. હિમા દાસે 50.79 સેકંડના સમય સાથે બીજા ક્રમે રહીને રજત જીત્યો તો મોહમ્મદ અનસ યાહિયાએ 45.69 સેકંડના સમય સાથે બીજા ક્રમે આવીને રજત ચંદ્રક જીત્યો છે.

હિમા દાસમોહમ્મદ અનસહિમા દાસહિમા દાસપુરુષોની 10 હજાર મીટરની દોડમાં ગોવિંદન લક્ષ્મણન ત્રીજા ક્રમે આવ્યો હતો, એને કાંસ્ય ચંદ્રક વિજેતા જાહેર કરાયો હતો, પણ બાદમાં એણે ટ્રેકની બહાર પગ મૂક્યો હોવાનું માલૂમ પડતાં એને ગેરલાયક ઠેરવવામાં આવ્યો હતો.

ગોવિંદન લક્ષ્મણન