‘Love Tapi Care Tapi’ ટીમ દ્વારા વૃક્ષારોપણ

સૂરતની ‘લવ તાપી કેર તાપી’ ની ટીમે શહેરનાં ડોક્ટર્સ એસોસિએશન્સ સાથે મળીને અંબિકા-નિકેતનનાં ઓવારે 100 વૃક્ષો રોપ્યા હતા અને એનાં સંવર્ધનની જવાબદારી લીધી હતી. આ વૃક્ષારોપણ પહેલાં સાત રવિવારે સવારે ઓવારા પર જઇને તાપી-કિનારાની સફાઇ કરી હતી.

સફાઇ કર્યા બાદ ઓવારા પર પ્લાન્ટેશન માટેનાં યોગ્ય ખાડા ખોદી-વૃક્ષ વાવ્યા હતા. વૃક્ષારોપણનાં આ કાર્યક્રમમાં મેયર જગદીશભાઇ પટેલ અને ધારાસભ્ય હર્ષ સંઘવી હાજર રહ્યા હતા અને એમણે પણ વૃક્ષારોપણ કર્યું હતું. મેયર જગદીશભાઇ પટેલે વૃક્ષનાં જતન માટે સંકલ્પ કરાવ્યો હતો.

લવ તાપી કેર તાપી ટીમનાં ડો.દિપ્તી પટેલ કહે છે કે, અંબિકા નિકેતનનાં ઓવારા પર છેલ્લાં સાત રવિવારથી લવ તાપી કેર તાપીનાં સભ્યોએ જઇને સફાઇ કરી અને ત્યારબાદ ત્યાં વૃક્ષારોપણ હાથ ધર્યું.

અમે રોપેલાં તમામ વૃક્ષોની જવાબદારી અમે લઇ રહ્યાં છીએ અને એમને પાણી પીવડાવાથી માંડીને એમનાં સંવર્ધનનું ધ્યાન અમે રાખીશું.