વૃક્ષની માવજત

અમદાવાદઃ ઊનાળાની ભારે ગરમીનો મારો સહન કરવામાં પ્રાણ અને પ્રકૃતિ સૌ સમાન લાગી રહ્યાં છે. પ્રસ્તુત તસવીરમાં વૃક્ષોના રોપાંની માવજત જણાઇ રહી છે. અમદાવાદ કોર્પોરેશને ભલે અમદાવાદના લાખો વૃક્ષોનો સોથ વિકાસના કાર્યોમાં વાળી નાંખ્યો હોય, પણ વાતાવરણને સંતુલિત કરવાના ભાગરુપે યોગ્ય જગ્યાંએ નવાં વૃક્ષોના અને અન્ય રોપાં પણ થોડાંક તો થોડાંક વાવ્યાં છે. હવે આવી ગરમીમાં જો પાણી ન પીવડાવે તો એ છોડવાંનું પણ બાળમરણ નક્કી થઇ જાય. એટલે તેની કાળજી કરવાની ફરજરુપે કોર્પોરેશનનો કર્મચારી ગોતાથી જગતપુર જવાના માર્ગે વાવેલાં છોડવાંને પાણી પીવડાવી ભવિષ્યના વૃક્ષોની માવજતમાં લાગી ગયો હતો.તસવીરઃ પ્રજ્ઞેશ વ્યાસ