પીએમ મોદીએ નેપાળના જાનકી મંદિરે દર્શન કર્યાં

0
908

કાઠમાંડૂ- વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો બે દિવસનો નેપાળ પ્રવાસ આજથી શરુ થયો છે. પીએમ મોદી સવારે 10:30 કલાકે નેપાળના જનકપુર પહોંચ્યા હતા. અહીંથી તેઓ સીધા જ જાનકી મંદિરે જવા રવાના થયા હતા.વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમના નેપાળ પ્રવાસના પ્રથમ દિવસે જનકપુર-અયોધ્યા બસ સેવાનો શુભારંભ કરાવ્યો છે. પીએમ મોદીએ તેમના નેપાળના સમકક્ષ કે.પી. શર્મા ઓલી સાથે મળીને સંયુક્તરુપે જનકપુર-અયોધ્યા બસ સેવાને લીલીઝંડી બતાવી હતી.આ બસ નેપાળના જનકપુર અને ઉત્તરપ્રદેશના અયોધ્યા વચ્ચે ચાલશે. આ બસ સેવાને રામાયણ સર્કિટ પ્રોજેક્ટની મુખ્ય કડી માનવામાં આવે છે.