મહાશિવરાત્રીઃ ભોળાનાથના દર્શન કરવા ભક્તોની ભારે ભીડ

0
354

અમદાવાદઃ આજે મહાશિવરાત્રીના મહાપર્વને લઈને શિવ મંદિરોમાં મોટી સંખ્યામાં ભગવાન શિવના દર્શન કરવા ભાવિક ભક્તોની ભીડ ઉમટી પડી હતી. અમદાવાદના નિર્ણયનગર વિસ્તારમાં આવેલા રામેશ્વર મહાદેવમાં મોટી સંખ્યામાં ભાવિક ભક્તોએ દેવાધીદેવ મહાદેવના દર્શનનો લાભ લઈ ભાંગની પ્રસાદી ગ્રહણ કરી હતી. સમગ્ર વાતાવરણ હર મહાદેવ હરના નાદ ગુંજી ઉઠ્યું હતું. (તસ્વીર- પ્રજ્ઞેશ વ્યાસ)