પૂર્વ PM લાલબહાદુર શાસ્ત્રીના પૌત્ર સોમનાથ દર્શને

0
826

સોમનાથ- ભારતના દ્વિતીય વડાપ્રધાન લાલબહાદુર શાસ્ત્રીના પૌત્ર સમીપ શાસ્ત્રી અને તેમના ધર્મપત્ની માલવિકા શાસ્ત્રી પ્રથમ જ્યોતિર્લિંગ દેવાધિદેવ સોમનાથ મહાદેવના દર્શનાર્થે આવ્યાં હતાં.શાસ્ત્રી પરિવારે પ્રાતઃ આરતી, સાયં આરતી, ગંગાજળ અભિષેક તથા પૂજા સામગ્રી અર્પણ કરી, લાઇટએન્ડ સાઉન્ડ શો નિહાળી ધન્યતાનો અનુભવ કર્યો હતો. સોમનાથ વિઝિટર બૂકમાં પોતાના વિચાર વ્યક્ત કરતા જણાવ્યું કે, ‘સોમનાથ મહાદેવના દર્શન એ અમારું સ્વપ્ન હતું. દર્શન કરી પ્રેરણાદાયક અને આદ્યાત્મિક ભાવની અનુભૂતિ કરું છું. ટેમ્પલ મેનેજમેન્ટ દ્વારા આ અનુભવ આપવા બદલ હું તેમનો આભારી છું. ‘