એસી ટ્રેનમાં આગ લાગી; બે ડબ્બાનો નાશ…

0
879
નવી દિલ્હીથી વિશાખાપટનમ જતી આંધ્ર પ્રદેશ એસી સુપરફાસ્ટ એક્સપ્રેસ ટ્રેનમાં 21 મે, સોમવારે સવારે લગભગ 11.50 વાગ્યાના સુમારે મધ્ય પ્રદેશના ગ્વાલિયર જિલ્લાના બિરલાનગર નજીક આગ ફાટી નીકળી હતી. એને કારણે ટ્રેનના બે ડબ્બા નાશ પામ્યા હતા. સદ્દભાગ્યે આ અકસ્માતમાં કોઈ જાનહાનિ થઈ નથી, પરંતુ 10 જણ ઈજાગ્રસ્ત થયાનો અહેવાલ છે. આગ B-6 કોચમાં લાગી હતી અને તરત જ B-7 કોચમાં ફેલાઈ હતી. તરત જ એ ડબ્બાઓના પ્રવાસીઓને અન્ય કોચમાં શિફ્ટ કરી દેવામાં આવ્યા હતા. આગમાં નુકસાન પામેલા ડબ્બાઓને અલગ કરી દેવામાં આવ્યા હતા.