અમદાવાદઃ મોમો કાફેમાં મહારાષ્ટ્રીયન ફૂડ ફેસ્ટિવલ

અમદાવાદની કોર્ટયાર્ડ બાય મેરિયોટ્ટ, મોમો કાફેમાં 9 દિવસ ચાલનારા મહારાષ્ટ્રીયન ફૂડ ફેસ્ટીવલ દરમિયાન તેના મહેમાનોને અસલ મહારાષ્ટ્રીયન સ્વાદ રજૂ કરી રહી છે. મરાઠી માણુસ શેફ અનિરુદ્ધ લિમયે  પોતે ઉત્તમ મહારાષ્ટ્રીયન વાનગીઓ રજૂ કરશે. તા.19થી 27 મે દરમિયાન અમદાવાદીઓને “લાઈ ભારી” બનાવશે.ફેસ્ટીવલમાં એક જ સ્થળે અધિકૃત અને મોંમાં પાણી આવે તેવી વાનગીઓ રજૂ થશે. જાતે મહારાષ્ટ્રિયન હોય કે ન હોય તો પણ શહેરના સ્વાદરસિકો માટે આ ખૂબ જ માણવા જેવો ફેસ્ટીવલ બની રહેશે.ફેસ્ટીવલમાં અનેક સ્વાદિષ્ઠ શાકાહારી અને બિનશાકાહારી વાનગીઓ રજૂ કરવામાં આવી છે, જેમાં અધિકૃત ખોથીમ્ભીર વડી અને ખેકડા ભજી તમારી સ્વાદગ્રંથિઓને તરબતર કરી મૂકશે. સ્વાદિષ્ટ મેઈન કોર્સની વાનગીઓમાં પીથલાભાખરી, આમટી, રવા ફ્રાઈડ ફિશ, સાઓજી ચિકન અને કોલ્હાપુરના સ્વદેશી પંઢરા અને તાંબડા રસાનો સમાવેશ થશે. તમે પડોશી રાજ્યની વાનગીઓ ઉપર વારી જશો. શ્રીખંડ અને સેવ્યાચી ખીર આરોગવાનું ચૂકવા જેવું નથી. સોલકઢઈ તો તમને ગરમીની મોસમમાં ઠંડક પૂરી પાડશે. સમારંભને અસલ રંગ આપવા માટે મોમો કાફેની ટીમ તમને મહારાષ્ટ્રના પરંપરાગત પોષાકમાં જોવા મળે તો અચરજ પામશો નહીં.