વિવો NEX લોન્ચ…

0
2502
વિવો ઈન્ડિયા કંપનીએ તેનો નવો વિવો નેક્સ સ્માર્ટફોન 19 જુલાઈ, ગુરુવારે ભારતમાં લોન્ચ કર્યો છે. નવી દિલ્હીમાં ચીફ માર્કેટિંગ ઓફિસર જેરોમી ચેને આ ફોન લોન્ચ કર્યો હતો. આ ફોનમાં 6.59 ઈંચ ડિસ્પ્લે છે. ડિસ્પ્લે એકદમ શાર્પ છે. ફોટોગ્રાફીનો સરસ અનુભવ કરાવે છે. ફ્રન્ટ, પોપ-અપ કેમેરા છે (8MP), 8GB RAM અને 128GB ઈન્ટરનલ સ્ટોરેજ ધરાવતા ફોનમાં 4000mAh બેટરી છે. આ ફોનની કિંમત રૂ. 44,990 છે. તે 21 જુલાઈથી એમેઝોન ઈન્ડિયા અને કંપનીની સાઈટ મારફત વેચાણમાં મૂકાશે.