રતન ટાટા, માધુરીને મળ્યા અમિત શાહ…

0
1140
કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકાર માટે 2019ની લોકસભા ચૂંટણી માટે સમર્થન મેળવવા માટે ભાજપના પ્રમુખ અમિત શાહ 6 જૂન, બુધવારે મુંબઈ આવ્યા હતા અને બોલીવૂડ અભિનેત્રી માધુરી દીક્ષિત-નેને અને ઉદ્યોગપતિ રતન ટાટાને એમના નિવાસસ્થાનો ખાતે જઈને મળ્યા હતા. અમિત શાહે મોદી સરકારે છેલ્લા ચાર વર્ષમાં હાંસલ કરેલી સિદ્ધિઓ વિશે માધુરી અને ટાટાને વાકેફ કર્યા હતા. માધુરીની સાથે એનાં પતિ ડો. શ્રીરામ નેને જ્યારે અમિત શાહની સાથે મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ અને મહારાષ્ટ્ર ભાજપ પ્રમુખ રાવસાહેબ દાનવે પાટીલ હાજર રહ્યા હતા.