જિગ્નેશ મેવાણીને જાનથી મારી નાંખવાની મળી ધમકી…

અમદાવાદ- વડગામના ધારાસભ્ય જિગ્નેશ મેવાણીને જાનથી મારી નાંખવાની ધમકી મળી છે. અંડરવર્લ્ડ ડોન રવિ પુજારીના નામથી મારી નાંખવાની ધમકી મળી છે. રણવીર મિશ્રાનો ફોન હતો, અને તેણે જિગ્નેશ મેવાણીને ગોળી મારવ દુંગા એમ કહ્યું હતું. આ ધમકી પછી જિગ્નેશ મેવાણીએ ફોન નંબર સાથે ટ્વીટ કર્યું હતું.જિગ્નેશ મેવાણીના ફોન નંબર + 72 55 93 24 33 પરથી ફોન આવ્યો હતો, અ રણવીર મિશ્રા વાત કરું છુ, એમ કહીને મારી નાંખવાની ધમકી આપી હતી. આ સાથે જ + 8244 નંબરથી પણ કૉલ આવ્યો હતો, તેમાં રવિ પુજારી બોલું છુ તેવું કહીને વાત કરી હતી. જિગ્નેશ મેવાણીએ આ વાત ટ્વીટર પણ જણાવી છે.જિગ્નેશ મેવાણીએ મિડિયા સાથેની વાતચીતમાં કહ્યું હતું કે ભાજપની વિરુધ્ધમાં જે બોલે છે, તેની સાથે આવું થાય છે, તો કદાચ આ કારણ પણ હોઈ શકે. મને જે ધમકી મળી છે, તેની પોલીસ તપાસ થવી જોઈએ. અને મારી સુરક્ષામાં વધારો કરવો જોઈએ. હું ગુજરાત બહાર જવુ ત્યારે મને સિક્યુરિટી મળવી જોઈએ.

 

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]