ગુરુપૂર્ણિમાના દિવસે હૃતિક મળ્યો ગણિતના ગુરુ આનંદકુમારને…

હૃતિક રોશન અભિનીત ગયા શુક્રવારે જ રિલીઝ થયેલી હિન્દી ફિલ્મ 'સુપર 30' દેશભરમાં ધૂમ મચાવી રહી છે. બિહારમાં તો આ ફિલ્મને ટેક્સ-ફ્રી કરી દેવામાં આવી છે. આ ફિલ્મ પટનાનિવાસી ગણિતજ્ઞ અને ગરીબ વિદ્યાર્થીઓને આઈઆઈટીમાં પ્રવેશ માટે પાત્ર બનાવવાની ઝુંબેશ રૂપે શરૂ કરેલા 'સુપર 30' કોચિંગ ક્લાસીસના સંચાલક આનંદકુમારના જીવન પર આધારિત છે. એમના હાથ નીચે ભણીને ગરીબ રિક્ષાચાલક, ચાવાળા કે મોચીનું કામ કરનારાઓનાં સંતાનો આઈઆઈટી સંસ્થામાં પ્રવેશ મેળવવામાં સફળ થયા હતા. હૃતિકે ફિલ્મમાં આનંદકુમારનો રોલ કર્યો છે. આ ફિલ્મે પહેલા જ અઠવાડિયામાં બોક્સ ઓફિસ પર રૂ. 50 કરોડથી વધુની કમાણી કરી લીધી છે. મંગળવાર, 16 જુલાઈએ ગુરુપૂર્ણિમા પર્વ હતો અને એ અવસરે હૃતિક ખાસ પટના ગયો હતો અને આનંદકુમારને મળ્યો હતો, એમને પગે લાગી એમના આશીર્વાદ લીધા હતા.


















હૃતિક બિહારના નાયબ મુખ્ય પ્રધાન સુશીલકુમાર મોદીને પણ મળ્યો હતો અને રાજ્યમાં ફિલ્મને ટેક્સ-ફ્રી કરવા બદલ એમનો આભાર માન્યો હતો.