સેલ્ફીમાં સુંદર દેખાવું છે?

સેલ્ફી પીક. પોતે ખેંચેલી પોતાની તસવીર. સેલ્ફીનો ક્રેઝ અત્યારે કેટલો છે એ કોઇને કહેવાની જરૂર નથી. બધાને ખબર જ છે. પોતે અરીસામાં જોઇએ, એવી જ રીતે પોતાના મોબાઇલના કેમેરામાં જોવાનુ અને ક્લીક. પણ આ ક્લીક કરો ત્યારે શું એક્ઝેટલી અરીસામાં જે પ્રતિબિંબ આવે એવુ જ એક્ચ્યુલ પ્રતિબિંબ આવે છે. ના, નથી આવતુ. અને પરિણામે આપણી સેલ્ફીમાં કંઇક ઉણપ આપણને હંમેશા લાગે છે. ક્યાં તો આપણા ફેસના ફીચર્સ નથી દેખાતા અથવા નાક પકોડા જેવું મોટુ આવે છે. પણ તમે ગભરાતાં નહીં.સેલ્ફીમાં જો તમારુ નાક મોટુ દેખાતુ હોય તો વાંક તમારા નાકનો બિલકુલ નથી. એક સર્વે અનુસાર સેલ્ફીમાં તમારુ નાક હંમેશા પહોળુ અને મોટુ જ દેખાય છે. જેના કારણે સેલ્ફીમાં ચહેરો થોડો અજીબ પણ દેખાઇ શકે. આ સમસ્યાને નિવારવા તમે બહુ બહુ તો શું કરશો. તમારા હાથની પોઝિશન ચેંજ કરીને એંગલ બદલી બદલી ને જોશો કે કયા એંગલ પર ચહેરો આબેહુબ અરીસામાં દેખાય તેવો આવે છે. હવે મુદ્દાની વાત, ગમે તેટલા એંગલ બદલશો, ફરક નહીં પડે. કારણ કે અહીં સમસ્યા તમારા નાકમાં કે કેમેરામાં નથી. સ્માર્ટફોનના કેમેરાનો તમે જે ઉપયોગ કરો છો એ ઉપયોગના તરીકામાં છે. આ તો સ્માર્ટ ફોન આવ્યા અને દરેક જણ ફોટોગ્રાફર બની ગયા. પણ પહેલા આવુ ન હતું.

પહેલા ફોટો ખેંચવાનુ કામ બીજા કરતાં હતા. ફોટો જેનો પાડવાનો હોય તે માત્ર પોઝ અને સ્માઇલ આપવાનુ કામ કરતાં હતા. અને બીજુ એ પણ કે પહેલા જ્યારે ફોટો પાડવામાં આવતો ત્યારે પોકેટ કેમેરા અથવા અથવા સ્ટાંડર્ડ કેમેરા ચલણમાં હતા જે કેટલાક અંતરથી વધુનુ ફોકસ જ કરી નહોતા શકતા. અને આ લિમિટેશન એટલે કે અંતરની જે મર્યાદા હતી તે ઘણી મહત્વની હતી ફોટો ખેંચવા માટે. આજ કાલ તો દરેક મોબાઇલમાં કેમેરો છે. અને અંતર જાળવવાની કોઇ જફા વિના જ ફોટો પાડી શકાય તેવી ટેક્નોલોજી પણ છે. પણ આ ટેક્નોલોજીને કારણે ફોટો ખેંચતી વખતે જે મેઇન એલીમેન્ટ છે પ્રકાશ અને ડીસ્ટન્સ એનો છેદ ઉડી ગયો છે. ફોન કેમેરામાં સેલ્ફી લેતા સમયે લેન્સનું ફોકસ ડિસ્ટન્સ જળવાતુ નથી અને એ કારણે જ સેલ્ફીમાં આપણા ફેસ ફીચર પણ જળવાતા નથી.હવે જો તમારે તમારા ફેસ ફીચર્સને ફોકસ કરીને સેલ્ફી લેવી છે તો શું કરશો. સૌથી મહત્વનું, ડિસ્ટન્સ જાળવવું. કેમેરાને ઓછામાં ઓછી 5 ફુટની દૂરી પર રાખો તો જ તમારા ફેસ ફીચર્સ ઉભરીને આકર્ષક રીતે દેખાશે. 5 ફુટથી ઓછુ અંતર હોય તો તમે કેમેરાના લેન્સના કૈરીકૈચર ઝોનમાં આવી જાઓ છો અને ચહેરાનો આકાર બગડવા લાગે છે. પણ આપણે સેલ્ફી લઇએ ત્યારે તો આપણા હાથમાં ફોન હોય અને આપણા હાથની લંબાઇ 5 ફુટ તો બિલકુલ નથી હોતી. ઉદાહરણથી સમજીએ, તમે તમારા ઓફિસ ડેસ્ક પર કોણી ટેકવીને સેલ્ફી લઇ રહ્યા છો. તો આ ડિસ્ટન્સ લગભગ એક ફુટ જેવુ છે. સર્વે અનુસાર આ સ્થિતિમાં પુરુષનું નાક 30 ટકા અને મહિલાઓનુ નાક 29 ટકા પહોળુ દેખાય છે.

સેલ્ફીમાં સારા દેખાવુ, આ મુદ્દો એટલો હળવો નથી જેટલો આપણે માનીએ છીએ.. અમેરિકામાં આ જ કારણને લઇને 55 ટકા વસ્તીએ પ્લાસ્ટિક સર્જરી કરાવી હોવાનું ત્યાંના રેકોર્ડ્સમાં લખેલુ છે. પણ આપણે એવુ કંઇ જ કરવાની જરૂર નથી. લાંબી સેલ્ફી સ્ટીક એટલે જ તો આવી છે. કે જેથી આપણે આપણા ફોનનુ ડિસ્ટન્સ વધારી શકીએ અને આપણી સેલ્ફી જક્કાસ આવે. જો તમારી પાસે સેલ્ફી સ્ટીક નથી, તો બીજો ઓપ્શન છે ટાઇમરનો. આજ કાલ તો દરેક ફોનમાં આ ઓપ્શન હોય છે. જેમાં તમે 5 કે 10 કે પછી 15 કે 20 સેકંડના ટાઇમર મુકી શકો છો.આ સિવાય સ્માઇલ કેપ્ચર અને ફેસ કેપ્ચર ઓપ્શન્સ પણ કેટલાક મોબાઇલમાં હોય છે. આ ઓપ્શન એવા છે જેમાં તમે એકલા હોવ કે ગ્રુપ સાથે, આસાનીથી તમે સુંદર મજાના ફોટા ખેંચી શકો છો. બસ કરવાનુ આટલુ જ છે. કેમેરો ઓન કરીને ફોનને ગોઠવી દો અને પછી થોડુ અંતર રાખીને ઉભા રહી જાઓ. ને સ્માઇલ સાથે પોઝ આપી દો. જુઓ પછી કેવી સુંદર સેલ્ફી ક્લીક થાય છે.