ઋતુ બદલાય એની સાથે ખાન-પાનથી લઈને પરિધાનમાં પણ બદલાવ આવતા હોય છે. એને કારણે ઘણીવાર મન પર એની નકારાત્મક
સીઝનલ ઈફેક્ટિવ ડિસઓર્ડર એટલે શું?
ઋતુને કારણે થતા ફેરફારો માનસિક સ્થિતિ પર અસર કરે છે. જેના લીધે ગુસ્સો, ચીડિયાપણું અને તણાવ થવા લાગે છે. ઘણીવાર તો ડિપ્રેશનનું કારણ ઋતુમાં થતા ફેરફારને આધિન હોય છે. આવા માનસિક અસંતુલનને કારણે જે તણાવ અને ડિપ્રેશનમાં હોય છે, એને સીઝનલ અફેક્ટિવ ડિસઓર્ડર કહેવાય છે. શિયાળાની શરૂઆતમાં શરૂ થતો આ ડિસઓર્ડર આમ તો કોઈ પણ સિઝનમાં થઈ શકે છે. પરંતુ અન્ય ઋતુની સરખામણીમાં એ શિયાળામાં વધુ થાય છે. એટલું જ નહીં આ સમસ્યાના લક્ષણો સૌથી વધારે મહિલાઓમાં જોવા મળે છે.
સીઝનલ ડિસઓર્ડરના ઘણા કારણો હોય છે. જેમાં સૂર્ય પ્રકાશનો અભાવ સૌથી મોટું કારણ છે. આ વિશે ચિત્રલેખા.કોમ સાથે વાત કરતા ડો. નફીસા ગુગરમાન કહે છે, શિયાળામાં ઘણા દિવસ સુધી સૂર્ય પ્રકાશ નથી આવતો, જેના કારણે શરીરમાં કુદરતી વિટામિન D પહોંચતું નથી. માટે મહિલાઓમાં ચીડિયાપણું જોવા મળે છે, પરંતુ એના બીજા પણ ઘણા કારણો હોય છે. જો તમને સિઝન બદલાય એ પહેલેથી જ માનસિક અથવા શારીરિક સમસ્યા છે તો એનું જોખમ વધી જાય છે.
નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ મેન્ટલ હેલ્થ (NIMH) અનુસાર, આ એક માનસિક વિકાર છે જેનો લોકો સામાન્ય રીતે મોસમના અંધકારમય સમયગાળા દરમિયાન સામનો કરે છે. આ વિષય પર અત્યાર સુધી જે સંશોધન પરિણામો બહાર આવ્યા છે એમાં મુખ્યત્વે ‘હાયપોથાલેમસમાં સમસ્યાઓ’,
સીઝનલ ઈફેક્ટિવ ડિસઓર્ડરના લક્ષણો
સિઝનલ ઈફેક્ટિવ ડિસઓર્ડરના ઘણા લક્ષણો હોય છે. જેમાં માનસિક લક્ષણો સૌથી વધારે સામે આવે છે. ઉપરાંત શારીરિક લક્ષણો પણ છે. નિષ્ણાતોનું માનવું છે કે જો માનસિક લક્ષણોથી છૂટકારો મેળવી શકાય તો શારીરિક લક્ષણ આપમેળે દૂર થઈ જાય છે. બીજું એક મહત્વનું કારણ મૂડ સ્વિંગ છે. ચીડિયાપણું જરૂર કરતા વધારે થવા લાગે છે. પીડિત મહિલા સતત નાની નાની વાતોને લઈને તણાવમાં રહેવા લાગે છે અને વાત-વાતમાં ગુસ્સો આવવો પણ આવે છે. આ ઉપરાંત આ સ્ટેજમાં ભૂખ નથી લાગતી, આળસ આવે છે, શરીર ચુસ્ત રહે છે તેમજ ઊંઘ પણ નથી આવતી. જ્યારે આ બધી સમસ્યાઓ વધી જાય છે તો એ ડિપ્રેશનમાં બદલાય જાય છે, જેનાથી સ્વસ્થ થવામાં ઘણો સમય લાગે છે.
સિઝનલ ઈફેક્ટિવ ડિસઓર્ડર હોય એ મહિલાઓ માટે વિટામિન-D સૌથી વધારે જરૂરી છે. વિટામિન-D શરીરમાં સેરોટોનિન લેવલ વધારે છે. જે શરીરમાં જોવા મળતું એક કેમિકલ હોય છે,
હકીકતમાં શરીરને સૂર્યપ્રકાશથી વિટામિન ડી મળે છે, જેનો અભાવ શરીરના ઘણા કાર્યને અસર કરી શકે છે. એની ઉણપ મગજમાં સેરોટોનિન નામના ન્યુરોટ્રાન્સમીટર કાર્યને પણ અસર કરે છે. આ ન્યુરોટ્રાન્સમીટરને મૂડ સ્ટેબિલાઇઝર પણ કહેવામાં આવે છે. આ ન્યુરોટ્રાન્સમીટર સૂર્યપ્રકાશમાં વધુ સક્રિય છે. આવી સ્થિતિમાં, જ્યારે મહિલાઓને લાંબા સમય સુધી સૂર્યપ્રકાશ ન મળે, તો મગજમાં સેરોટોનિનનું સ્તર પ્રભાવિત થઈ શકે છે. ઉપરાંત હવામાન શરીરની સર્કેડિયન રિધમ એટલે કે બાયોલોજિકલ ક્લોકને પણ અસર કરે છે. ખાસ કરીને સૂર્યપ્રકાશની અછતને કારણે, ઊંઘ, જાગવાની અથવા આહાર જેવી ઘણી આદતોને અસર થઈ શકે છે.
આ કારણો પણ જોવા મળે !
આ ટીપ્સને અનુસરો..
|
હેતલ રાવ