વિકાસનો જન્મ જ થયો નથીઃ અલ્પેશ ઠાકોરની વિડિયો મુલાકાત

અમદાવાદ– ઓબીસી નેતા અલ્પેશ ઠાકોરે chitralekha.comના ન્યૂઝ એડિટર ભરત પંચાલને આપેલી મુલાકાતમાં ભારે વિશ્વાસ સાથે જણાવ્યું હતું કે ગુજરાતમાં 2017માં પરિવર્તન આવે છે. કોંગ્રેસ સ્પષ્ટ બહુમતી સાથે સરકાર બનાવશે. કારણ કે ગુજરાતમાં તમામ સમાજનો વર્ગ ભાજપના શાસનથી નારાજ છે. આથી તમામ સમાજને આંદોલન કરવાની ફરજ પડી છે, તેમ છતાં ભાજપે આંદોલનકારીઓની વાત સાંભળી નથી. ગુજરાત સરકાર પ્રજાની પીડા જોઈ શકતી નથી અને સુખાકારીનું ધ્યાન રાખ્યું નથી.

અલ્પેશ ઠાકોરએ એક પ્રશ્નના જવાબમાં કહ્યું હતું કે ભાજપએ વંશવાદ કરે છે અને ડરની રાજનીતિ કરે છે. ભાજપે કોઈ વિકાસ કર્યો નથી. ગ્રામ્ય વિસ્તારોમાં કોઈ વિકાસ થયો નથી. ગરીબ, મધ્યમવર્ગ અને ખેડૂતોને ત્યાં વિકાસનો જન્મ જ થયો નથી. ભાજપે જવાબ આપવો રહ્યો કે વિકાસ કોનો થયો? વિકાસ થયો હોત તો દરેક સમાજને આંદોલન ન કરવા પડ્યા હોત. જુઓ વિડિયો મુલાકાત…