ઉત્તર પ્રદેશ: રાજ્યના કેબિનેટ મંત્રી નંદ ગોપાલ નંદીના પુત્ર અને પુત્રવધૂને આગરા-લખનૌ એક્સપ્રેસ વે પર અકસ્માત નડ્યો છે. અભિષેક અને કૃષ્ણિકા બંને મર્સિડીઝ કારમાં દિલ્હીથી લખનઉ જઈ રહ્યા હતા. કારની સ્પીડ વધુ હતી અને અચાનક તે કાબૂ બહાર ગઈ અને ડિવાઈડર સાથે અથડાઈ હોવાની પ્રાથમિક જાણકારી સામે આવી છે. ડિવાઈડર સાથે કારની ટક્કર એટલી જોરદાર હતી કે એન્જિન કારની બહાર ઉછળીને આવ્યું હતું અને દૂર ફંગોળાયું હતું. અભિષેક અને કૃષ્ણિકા બન્ને ગંભીર રીતે ઘવાયાં છે.
અભિષેક અને કૃષ્ણિકાના લગ્ન આ મહિને 11મી જુલાઈના રોજ થયા હતા. પોલીસ પ્રશાસનને જેવી જાણ થઈ કે બંન્ને કેબિનેટ મંત્રી ગોપાલ નંદીના પુત્ર અને પુત્રવધૂ છે તો તેમણે તાબડતોબ કાર્યવાહી કરીને બન્નેને નજીકની મેડિકલ કોલેજમાં ખસેડ્યા હતા. જો કે બંન્નેની હાલત ગંભીર હોવાના કારણે તેમને લખનઉની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.