રાજીનામું આપતાં પહેલાં કમલનાથે શું કહ્યું?

નવી દિલ્હીઃ મધ્ય પ્રદેશના મુખ્ય પ્રધાન કમલનાથે પત્રકાર પરિષદમાં કહ્યું હતું કે રાજ્યની જનતાએ પાંચ વર્ષની તક આપી હતી, જેથી પ્રદેશને વિકાસને માર્ગે લઈ જઈ શકાય અને રાજ્યની નવી ઓળખ બનાવી શકાય. મઘ્ય પ્રદેશની તુલના મોટાં રાજ્યોમાં થાય. ભાજપને 15 વર્ષ મળ્યાં હતાં અને મને માત્ર 15 મહિના મળ્યા. આ 15 મહિનાઓમાં પ્રદેશની જનતા જાણે છે કે મારા દ્વારા કરવામાં આવેલા કામ ભાજપને માફક નથી આવ્યાં. તમે સૌ જાણો છો કે સરકાર બની એ પછી પહેલા દિવસથી જ ભાજપે મારી સામે ષડયંત્ર શરૂ કર્યાં હતાં. તેમણે કહ્યું હતું કે અમારા 22 વિધાનસભ્યોને કર્ણાટકમાં બંધક બનાવવામાં આવ્યા હતા. કરોડો રૂપિયા ખર્ચની આ રમત રમાઈ હતી.

આઠ મોટી વાતો…

  1. દેશના લોકો જોઈ રહ્યા છે કે બેંગલુરુમાં બંધક બનાવવામાં આવેલા વિધાનસભ્યો પાછળનું સત્ય શું છે? સત્ય સામે આવશે ત્યારે લોકો તેમને માફ નહીં કરે.
  2. મારા પ્રયત્ન હતા કે કોંગ્રેસ મહેલમાં નહીં પણ મહેલ કોંગ્રેસની અંદર આવે. પરંતુ આજ પછી કાલ છે અને કાલ પછી પરમ દિવસ પણ હોય છે. (વારાફરતી વારો તારા પછી મારો)
  3. ભાજપ વિચારતો હતો કે મારા પ્રદેશને હરાવીને તેઓ જીતી જશે, પણ તેઓ ક્યારેય આવું નહીં કરી શકે. મેમ રાજીનામું આપવાનો નિર્ણય લીધો છે.
  4. મેં રાજનીતિક જીવનમાં કેટલાંક મૂલ્યોનું પાલન કર્યું છે અને હું એ મૂલ્યોનું પાલન કરતો રહીશ. હું માત્ર એટલું જ કહેવા ઇચ્છું છું કે તેઓ ક્યારેય સફળ નહીં થાય.
  5. અમારી સરકાર પર ભ્રષ્ટાચારનો આરોપ નથી. અમે પ્રદેશને માફિયામુક્ત કરાવવાનો પ્રયાસ કર્યો છે. ભાજપ નથી ઇચ્છતો કે માફિયા ખતમ થાય.
  6. કેટલીય વાર અમે વિધાનસભામાં બહુમત સાબિત કર્યો છે. 15 મહિનાઓમાં અમે ખેડૂતોનાં દેવાં માફ કરે.
  7. મેં ગૌમાતા માટે ગૌશાળા ખોલા હતી, જે ભાજપને ના ગમ્યું
  8. આ 15 મહિનામાં મારો વાંક શો હતો, ભાજપે લોકશાહીની હત્યા કરી છે.

 

 

 

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]