માંસ અને ડેરી પદાર્થો ખાવાનું બંધ કરો

બ્રહ્માંડ-પ્રકૃતિનો આકરો નિયમ છે કે જે કોઈ વ્યક્તિ જન્મે છે એને દુઃખ સહન કરવાં જ પડે છે. શું પૃથ્વી પર કોઈ સુખી છે? શ્રીમંત કે ગરીબ? હિન્દુઓ એને કર્મનો સિદ્ધાંત કહે છે. અન્ય ધર્મો એને માત્ર સંયોગ કહે છે.

બધાં દુઃખોનું મૂળ આપણી ઇચ્છા છે, જે આપણો ખોરાક અને કોઈપણ ચીજવસ્તુઓ પર અધિકાર જેમ કે કપડાં, કાર, મકાન- આ બધું પૃથ્વીનો નાશ કરી રહ્યું છે અને એનો પ્રારંભ આપણે જે કાંઈ ખાઈએ એનાથી થાય છે.

જૂઓ, કઈ રીતે સહન કરવાનું ચક્ર બને છે. આપણે પ્રાણીઓને રુષ્ટપુષ્ટ કરીએ છે, કેમ કે એને આપણે ખાઈ શકીએ. આ પ્રાણીઓ ક્લાઇમેટ ચેન્જ માટે જવાબદાર છે. હવામાન પલટાને કારણે ઓસ્ટ્રેલિયામાં મહિનાઓ સુધી જંગલોમાં દાવાનળ ચાલ્યો. આફ્રિકા અને એશિયામાં તીડનું આક્રમણ સર્જાયું છે, કેમ કે વરસાદની માત્રા અને લાંબા સમય સુધી પડે છે.

દૂધ અને માંસને વધારવા માટે હોર્મોન્સ ઇન્જેક્શન

હવે એમાં એક નવું કારણ જોવા મળ્યું છે, જે એ છે આપણે પશુઓને બહુ ખરાબ સ્થિતિમાં રાખીએ છે. એમને બંધ ગમાણ કે શેડમાં રાખીએ છીએ. એમને છાણ કે અસ્વચ્છ જગ્યામાં ઊભા રાખીએ છે, એમને કસરત (ખુલ્લામાં રાખતા નથી) કરાવતા નથી. એમના દૂધ અને માંસને વધારવા માટે હોર્મોન્સ ઇન્જેક્શન આપીએ છીએ. એમનાં બાળકો સામે એમની હત્યા કરીએ છીએ. એમને કાયમી ગર્ભાવસ્થામાં રાખીએ છીએ. એમને વાસી કે ખરાબ ખોરાક આપીએ છીએ. આપણે ગાય-ભેંસ માટે શક્ય એટલા દુષ્ટ બનવામાં કોઈ કસર નથી છોડતા. આને પરિણામે એ માંદા રહે છે. દેશમાં મોટા ભાગનાં કેન્સરગ્રસ્ત, આંચળ સૂજેલા, ક્ષય રોગ, ઇન્ફેક્શનગ્રસ્ત, પગ અને મોંના રોગ સહિત અનેક રોગગ્રસ્ત હોય છે. એમનું જેકોઈ દૂધ પીએ છે અથવા એ માંસ ખાય છે, એમને આ રોગો થવાની શક્યતા છે, એ નિશ્ચિત છે.

ક્લાયમેટ ચેન્જ માટે મુખ્યત્વે ત્રણ ગેસીસ જવાબદાર

જો કે વિશ્વ સામાન્ય રીતે શું કરી રહ્યું છે?  વાતાવરણ અને ક્લાયમેટ ચેન્જ માટે મુખ્યત્વે ત્રણ ગેસીસ જવાબદાર છે. કાર્બન ડાયોક્સાઇડ, મિથેન અને નાઇટ્રોસ ઓક્સાઇડ. આમાં મિથેન ગેસ છે, જે સૌથી વધુ જીવલેણ છે, કાર્બન ડાયોકસાઇડ નહીં, એ વિશ્વના વાતાવરણને ગરમ કરવામાં કાર્બન ડાયોકસાઇડ કરતાં 24 ગણો વધુ મજબૂત છે. એ ત્રણ સ્રોતમાંથી આવે છે. કોલસો, ચોખા અને માંસ માટે ઉગાડવામાં આવેલાં પ્રાણીમાંથી. ભારત, ચીન અને બ્રાઝિલ- તરફથી મિથેન એ વિશ્વના અંત માટે આપણી ભેટ છે.

ગાય દ્વારા દરરોજ 600 લિટર મિથેનનું ઉત્સર્જન

એક ગાય દરરોજ 600 લિટર મિથેનનું ઉત્સર્જન કરે છે. માંસ માટે ઉગાડવામાં આવતાં ડુક્કર, બકરાં, ચિકન અને પાળતુ પ્રાણીઓ જ્યારે સ્વસ્થ હોય છે, ત્યારે વિવિધ રીતે મિથેનનું ઉત્સર્જન કરે છે.

પણ વિશ્વના મોટા ભાગનાં પશુધન બીમાર છે- માંદા અને પીડિત ચિકન્સથી માંડીને ગાય-ભેંસ સુધી- એક પણ પ્રાણી હેલ્થી પ્રાણી હોવાનું ભાગ્યે જ જોવા મળે છે.

 

ગરમ તાપમાન રોગકારક જીવાણુનો ફેલાવો કરે

હવે સંશોધનકારોએ શોધી કાઢ્યું છે કે માંદા પશુધન વધુ પ્રમાણમાં મિથેનનું ઉત્સર્જન કરે છે. તેમનો અભ્યાસ દર્શાવે છે કે મિથેન વાતાવરણને સ્થાનિક અને વૈશ્વિક સ્તરે વાતવરણ ગરમ કરે છે. વધુ ગરમ તાપમાન રોગકારક જીવાણુનો ફેલાવો કરે છે અને વિશ્વમાં અસ્વસ્થ પશુધનની સંખ્યામાં વધારો કરે છે. ટૂંકમાં બીમાર ગાયો પૃથ્વીને બીમાર રહી છે અને બીમાર ધરતી ગાયોને વધુ બીમાર બનાવી રહી છે.

માંસ ખાવાનું અને નિકાસ કરવાનું બંધ કરો

આનો એક જ ઉપાય છે. પશુધનનો નોંધપાત્ર ઘટાડો કરવો. જો તમે ગ્લોબલ વોર્મિંગથી બચવા માટે અને શાકાહારી પાક બચાવવા ઇચ્છતા હો તો માંસ ખાવાનું અને નિકાસ કરવાનું બંધ કરો. જો તમારો પૃથ્વી ઉપર ટકવું હોય તો ગાય, ભેંસ સહિત માંસ ઉગાડવાનું અને રાખવાનું બંધ કરો.

તમે હંમેશાં દલીલ કરી શકો છો કે માણસો પશુધન રાખવા માટે કોઈને કોઈ રસ્તો શોધી કાઢશે, પરંતુ દૂધ અને માંસનું ઔદ્યોગિકીકરણ એ માટે મંજૂરી નથી આપતું. પશુપાલન મંત્રાલય પાસે ભારતમાં હોસ્પિટલ નથી. દવાઓ નથી, માંદા પશુઓ માટે પશુચિકિત્સક નથી, પણ તેમની પાસે ગાય-ભેંસને કૃત્રિમ ગર્ભાધાન માટે અઢળક રૂપિયા છે. જેથી આપણા માંસ-દૂધ ઉત્પાદકો પાસે પ્રાણીઓની માંદગી દૂર કરવાની કોઈ યોજના નથી, પણ એમનું દૂધ ઉત્પાદન કેવી રીતે વધુ મેળવાય અને એમની પાસેથી એમનાં બચ્ચાં કેવી રીતે મેળવાય એ માટેની રકમ છે. એક ગાંય એ વાછરડાંને જન્મ આપે છે સમયાંતરે નબળી પડતી જાય છે. એની માંદગી તરફ કોઈ ધ્યાન આપતું નથી. એને એક જગ્યાએ બાંધી રાખવામાં આવશે, એને ગંદા હાથોથી ખવડાવવામાં આવશે, એની પાસે વધુ કામ લેવામાં આવશે. આ પશુ ક્યારેય સ્વસ્થ થયું નથી. જ્યારે તમે બીમાર થાઓ છો, ત્યારે તમારું પેટ ખરાબ હોય છે, ત્યારે મોટા પ્રમાણમાં ગેસનું ઉત્સર્જન કરે છે. ગાય પણ એ જ કરે છે. એટલે સરકાર પશુધનના રક્ષણાર્થે કંઈક રસ્તો શોધે અથવા આપણે માંસ માટે પશુધન ઉગાડવાનું બંધ કરીએ.

વર્તમાન અંદાજ સૂચવે છે કે પશુધનની વસતિ વાર્ષિક ધોરણે 2.7 ટકા વધશે. આ વધતી વસતિ એક દાયકામાં મિથેન ઉત્સર્જનમાં પહેલાંથી 20 ટકા વધુ મિથેનનું ઉત્સર્જન કરશે, પરંતુ જ્યારે સંશોધનકારોની ગણતરી મુજબ 82 ટકા ગેસનું ઉત્સર્જન કરશે અને ચાર ગણો પ્રદૂષણમાં વધારો કરશે. અને એનાથી એક રોગ કરશે અને દરેક રોગ  મિથેન ઉત્સર્જનમાં વધારો કરે છે.

અન્ય અભ્યાસોમાં પશુધનમાં બીમારીનો ખર્ચ પણ દર્શાવ્યો છે. દાખલા તરીકે અભ્યાસ દર્શાવે છે કે ગેસ્ટ્રોઇન્સ્ટેસ્ટાઇન કૃમિવાળાં ઘેટાંઓ પ્રતિકિલોગ્રમ ફીડમાં મિથેન ઉત્પન્ન કરે છે. ગાયમાં મસ્ટિટાઇટિસને લીધે કિલોગ્રામદીઠ દૂધમાં મિથેનમાં આઠ ટકાનો વધારો થાય છે.

કૃષિ ક્ષેત્રે પ્રદૂષણમાં એનિમલ વેલફેર એક મુખ્ય ખેલાડી છે. એણે આ બાબતે વિશેષ ધ્યાન આપવાની જરૂર છે. વધતું તાપમાન અનેક રોગનું જનક છે. જે પશુધન રોગગ્રસ્ત છે, વધતું તાપમાન પ્રજનને વેગ આપે છે. જેથી એન્ટિબાયોટિક પ્રતિકાર બેક્ટેરિયા મસ્ટિટાઇસિસનું કારણ બને છે અને એ પણ ગરમી વધુ પેદા કરે છે. શું આ રોગની સારવાર અને રોગ ઘટાડવા માટે રસ્તો છે? પ્રાણીઓ અને પૃથ્વીનો ભાર ઘટાડવા માટે અને માંદા પશુધનને રોગથી અને મિથેન ઉત્સર્જનથી બચવા એક જ રસ્તો છે- માંસ અને ડેરી પદાર્થો ખાવાનું બંધ કરો.

(મેનકા ગાંધી)

(ભૂતપૂર્વ કેન્દ્રિય મંત્રી મેનકા સંજય ગાંધી એમના પ્રાણી, પર્યાવરણ અને પ્રકૃતિ પ્રત્યેના પ્રેમ અને લગાવ માટે જાણીતા છે. આ ક્ષેત્રોમાં એમનું નોંધપાત્ર પ્રદાન છે. એમના લખાણો ચિત્રલેખા.કોમ માં વાંચો દર બુધવારે…)