કોરોના અને વેલેન્ટાઈન્સ ડે…

આજે ભારત સહિત સમગ્ર દુનિયામાં પ્રેમની અભિવ્યક્તિનો અઘોષિત તહેવાર ‘વેલેન્ટાઈન્સ ડે’ પરંપરાગત ઉત્સાહપૂર્વક ઉજવાઈ રહ્યો છે, પણ આપણી પડોશના જ દેશ ચીનમાં કોરોના વાઈરસ કાળો કેર વર્તાવી રહ્યો છે. લોકોમાં ચિંતા, ગભરાટ અને શોકનું વાતાવરણ ફેલાયું છે. એવા સંજોગોમાં સિંગાપોરમાં વસતા ગુજરાતી યોગ-નિષ્ણાત સુજાતા કૌલગીએ પ્રેમના આ પર્વ અને કોરોના વાઈરસને સાંકળતી એક સરસ કવિતા લખી મોકલી છે, જે અહીંયા પ્રસ્તુત છેઃ

કોરોનાનાં કાળમાં

મારા પ્રિયતમ વેલેન્ટાઈનને ખૂબ પ્યાર

હાથને ધોતા રહેવાથી બચી શકાય છે ક્વોરન્ટાઈનથી

શું આપણી વચ્ચે કોઈ અંતર કે પડદો છે, એવું તું પૂછે

તો જવાબ છે, ના, એવું કંઈ જ નથી

પરંતુ જો તું બીમાર હોય તો

માસ્ક પહેરજે

વિટામીન C માટે ક્લેમેન્ટાઈન્સ લેજે

વેલેન્ટાઈન્સ ડેની ખૂબ ખૂબ શુભેચ્છા.

પ્રેમનો પ્રસાર કરીએ, વાઈરસનો નહીં.

– સુજાતા કૌલગી