બધા બિઝનેસ પૃથ્વી પર વિનાશકારી?

મારું હંમેશાં માનવું છે કે આ સંયોગ ના હોઈ શકે કે દેશનો સૌથી શ્રીમંત સમાજ (જૈન) અને સૌથી મોટા બિઝનેસ પરિવાર –અંબાણી, બિરલા, જિંદાલ, ઓસવાલ, મુંજાલ, હિન્દુજા, અદાણી એ બધા શાકાહારી છે. કર્મનો સિદ્ધાંત સ્પષ્ટ છે કે તમે જેટલું બીજાને ઓછા દુખી કરો છો, એટલા જ તમે ઓછા દુખી થશો. મને હંમેશાં નિરાશા થઈ છે કે તેમના ભારે નાણાંકીય દબદબા છતાં જૈનોએ તેમના વિશ્વાસના મૂળ સિદ્ધાંત અહિંસાને મુખ્ય ધારામાં લાવવાના પોતાના ખિસ્સાના જોરે અસરકારક શક્તિનો ઉપયોગ નથી કર્યો.

અમેરિકામાં યહૂદીઓની સંપત્તિ વધે એ ઘણાને અણગમતી વાત છે. જૈનો મોટા પાયે વેપારને વિશ્વાસથી અલગ કરવામાં માને છે. એવી દયા, કેમ કે તેઓ સારા માટે એટલા શક્તિશાળી બની શકે છે. એ જરૂરી નથી કે દાન મહત્ત્વનું છે, તમે કેટલા મોટા દાનવીર છો એ નહીં. વ્યાવસાયિક વ્યવહારો અને નિર્ણયોમાં અહિંસાના સિદ્ધાંત અર્થપૂર્ણ અને સંગઠિત સમાવેશ છે. એ નૈતિકતામાં રોકાણ નથી, પણ નૈતિકતાનું રોકાણ છે, જે આપણા ગ્રહને માટે સૌથી દયાળુ, ક્લીનર અને આરોગ્યપ્રદ વિશ્વમાં રૂપાંતર કરે છે.

સ્વતંત્રતા પછી જૈનોએ સ્ટોક માર્કેટને નિયંત્રિત કર્યું છે અને તેમણે નિર્ણય લીધો છે કે તેઓ માંસ અને માંસ સંબંધિત ઉત્પાદનો અને કોઈ પણ હિંસા કરતી કંપનીમાં મૂડીરોકાણ નહીં કરે. જોકે આ માત્ર થોડા વર્ષો સુધી ચાલ્યું અને જૈનોએ સ્વયં જિલેટિન અને હાડકાંની કંપનીઓની માલિકી હક મેળવવાનું શરૂ કરી દીધું છે. જે બોન ચાઇનીઝ માટીનાં વાસણો બનાવવામાં પશુ ઉત્પાદનોનો ઉપયોગ કરે છે. એમાંથી અનેક લોકો ખનન અને જ્વેલરીના વેપાર ચાલી ગયા, જેમાં ખનન સામેલ છે.    

ઘણાં વર્ષો પહેલાં હેમેન્દ્ર કોઠારીએ એક નૈતિક મૂડીરોકાણ ફંડ શરૂ કરવા માટે બહુ ઉત્સાહી હતા, પણ તેઓ સલાહકારના તબક્કે એનાથી ક્યારેય આગળ ના વધી શક્યા. આમાં સામેલ મુદ્દાઓ ઘણા જટિલ હતા, જે નૈતિકતાની રચના કરે છે. બધા બિઝેનસ પૃથ્વી પર વિનાશકારી છે. પછી રેલવે લાઇન, સિમેન્ટ, કેમિકલ્સ અને પેપર જ કેમ ના હોય. તો પછી રેખા ક્યાં અને કેવી ખેંચવી? નાના રોકાણકારો માટે  નિયમો સરળ બનાવવામાં આવશે. આમ પણ ફંડ ક્યારેય થયું  નથી, એ અફસોસની વાત છે, પરંતુ અહીં છેલ્લા ઘણા સમયથી મારા ધ્યાનમાં આવ્યું છે કે વિશ્વનું ક્રૂરતામુક્ત અને પર્યાવરણ સભાન એક્સચેન્જ ટ્રેડેડ ફંડ (ઈટીએફ) છે, જે મને આશા છે કે એ ભારત માટે એક મોડલ તરીકે કામ કરશે.

અહીં કેટલાક સ્ટાર્ટઅપ છે. 2017માં ત્રણ બહુ સ્માર્ટ, બહુ શાકાહારી વ્યાવસાયિકોએ અમેરિકા સ્થિત રજિસ્ટર્ડ ઇન્વેસ્ટન્ટ સલાહકારની સ્થાપના કરી હતી. 

સીઈઓ ક્લેર સ્મિથની પાસે યુબીએસમાં ફાઇનાન્સ ઇન્ડસ્ટ્રીમાં કામ કરવાનો 35 વર્ષનો અનુભવ છે અને ડેરિવેટિવ્ઝ અને હેજ ફંડ સહિતનાં ક્ષેત્રોમાં અલ્બોરનેમાં એક ભાગીદારના રૂપમાં કામ કરી રહ્યા હતા. લી કોટસ, OBE-યુકેના નાણાકીય સલાહકાર એથિકલ રોકાણકારો અને ઓસ્ટ્રેલિયામાં ક્રૂઅલ્ટી ફ્રી સુપરના સંસ્થાપક છે અને લેરી એબેલ ઔરિયલ ઇન્વેસ્ટર્સના સંસ્થાપક છે, જે લંડનમાં એક એફસીએ- રેગ્યુલેટેડ એસેટ મેનેજમેન્ટ કંપની છે, જેનો  અસરકારક નેતૃત્વમાં મજબૂત ટ્રેક રેકોર્ડ છે. 

આ ત્રણ મસ્કેટિયર્સે બીડું ઉઠાવ્યું હતું કે નાણાકીય ક્રાંતિ થઈ શકે છે. તેમાં પણ પ્રાણીઓ, લોકો અને પૃથ્વી પરની ગેરકાયદે કામગીરીમાં સામેલ કંપનીઓમાં મૂડીરોકાણથી બચે છે. આ બધી કઠોર સ્ક્રીનિંગની પ્રક્રિયા પ્રાણીઓના શોષણ, બાળ મજૂરી, ઇંધણના બળતણથી પ્રદૂષણ પ્લાસ્ટિકની પર્યાવરણ પર મહત્ત્વપૂર્ણ નકારાત્મક પ્રભાવ પાડે છે. 

આ મૂડીરોકાણ એની સંપત્તિઓનો ઉપયોગના કંપનીઓના પ્રાણીઓના અને પર્યાવરણના નુકસાનને ઓછું કરવા માટે બિઝનેસ પ્રેક્સિસિસમાં પોઝિટિવ પરિવર્તન માટે કરે છે. એના માટે એક પ્લેટફોર્મ Your Stakeને વિકસિત કર્યું છે, જે કોઈ પણ કદના રોકાણકારોને  પોતાની કામગીરીના કેટલાંક પાસાંને બદલવા માટે પ્રોત્સાહિત કરવા માટે કોઈ પણ કંપનીને એક અરજી કરવાની મંજૂરી આપીને કોર્પોરેટ સુવિધા આપે છે. અન્ય રોકાણકાર પ્લેટફોર્મ પર તેમના શેરો ગિરવી રાખી શકે છે અને તેમની કુલ ડોલરની રકમના શેર બધા રોકાણકારો કે જેમણે ગિરવી મૂક્યા છે. અહીં તેમના કેમ્પેનના  કેટલાંક ઉદાહરણો આપવામાં આવ્યાં છે. 

 • અમે જ્યારે એપલ અને વેરિઝોનને તેમનાં સ્ટોરમાં ચામડાંના ઉત્પાદનોના વેચાણને અટકાવવા માટે કહીએ છીએ.
 • અમે ફોર્ડ અને જનરલ મોટરને તેમની કારોમાં લેધર ઇન્ટિરિયર માટે અટકાવવા માટે કહીએ છીએ.
 • અમે સ્ટારબક્સને એમના આઉટલેટ્સ માટે પ્લાન્ટ બેઝડ મીટ અને ફિશના ઓલ્ટરનેટિવ્સ પૂરું પાડવા પ્લાન્ટ બેઝ્ડ અન્ય વિકલ્પો પૂરા પાડવા કહીએ છીએ.

એક વર્ષ અગાઉ ન્યુ યોર્ક સ્ટોક એક્સચેન્જમાં રોકાણકારોને એક યુએસ ક્લાયમેટ ETF (વેગન)નો વિકલ્પ આપવા માટે મૂડીરોકાણ માટે વિકલ્પ લોન્ચ કરવામાં આવ્યો હતો. શાકાહારી અને જળવાયુ પ્રતિ સજાગતાના સિદ્ધાંતો અનુસાર અહીં નીચે આપેલી શ્રેણીઓને સભાન રીતે નકારી કાઢવામાં આવી છે. 

 • મૂડીરોકાણઃ ફોસિલ ફ્યુઅલ અને અન્ય પર્યાવરણને નુકસાન કરતી કામગીરીમાં રોકાણને નહીં
 • પ્રાણીઓના ટેસ્ટિંગ જે કંપનીઓ પ્રાણીના પરીક્ષણમાં સામેલ હોય, એમાં મૂડીરોકાણ નહીં
 • પ્રાણીઓનું ઉત્પાદન જે કંપનીઓ પ્રાણીઓ કે પ્રાણીઓથી પ્રાપ્ત થતા ઉત્પાદનોમાં સામેલ હોય એવી વ્યાવસાસિય કંપનીઓમાં મૂડીરોકાણ નહીં.
 • તાલીમાર્થી પ્રાણીઓઃ રમત અને મનોરંજન માટે પ્રાણીઓને રાખવા કે કેદમાં રાખતી કંપનીઓમાં મૂડીરોકાણ  માટે બહાર મૂકવામાં આવી.
 • એનર્જી ઉત્પાદનઃ ફોસિલ ફ્યુઅલના ઉપયોગ કરીને વીજઉત્પાદનના કારણો સિવાયની કંપનીઓને આમાંથી બાકાત રખાઈ.
 • ફોસિલ ફ્યુઅલઃ કંપનીઓને ફોસિલ ફ્યુઅલના એક્સપ્લોરેશન, ઉત્પાદન અને ફોસિલ ફ્યુઅલના રિફાઇનિંગ કંપનીઓને બાકાત રાખવામાં આવી હતી. 
 • ઉચ્ચ કાર્બનઃ કંપનીઓ કે ઊંચું કાર્બનનું ઉત્સર્જન કરતી હોય
 • હ્યુમન રાઇટ્સઃ જે કંપનીઓ હ્યુમન રાઇટ્સનું ઉલ્લંઘન કરી હો એ કંપનીઓને મૂડીરોકાણમાંથી બાકાત રાખવી.
 • મિલટરી અને ડિફેન્સઃ જે કંપનીઓ હથિયારોનું ઉત્પાદન કરતી કંપનીઓને મૂડીરોકાણમાથી બાકાત
 • અન્ય પર્યાવરણીયઃ જે કંપનીઓ પર્યાવરણને નુકસાન કરતી હોય એ કંપનીઓને મૂડીરોકાણમાથી બાકાત રાખવાની.
 • તંબાકુઃ તંબાકુ ઉત્પાદન કંપનીઓને મૂડીરોકાણમાંથી બાકાત રાખવાની.

નક્કી કરેલા માપદંડ ભવિષ્યમાં ઉદ્યોગો તરફ ઇશારો કરે છે અને પરિણામ હ્દયની નજીક રહ્યાં છે. આ ફંડની સ્થાપના પછી VEGNને ઓગસ્ટ, 2020માં એસ એન્ડ પી 500 ઇન્ડેક્સના 19.75 ટકાના વળતર સામે 27.69 ટકા વળતર આપ્યું છે. એનું પર્ફોર્મન્સ ઓગસ્ટમાં સકારાત્મક રહ્યું હતું. ઈટીએફએ એસ એન્ડ પી 500 ઇન્ડેક્સ 2.12 ટકાના આધારે વળતર આપ્યું હતું. 

આમાં પર્યાવરણને નુકસાન કરતી કંપનીઓથી બચવા ધ્યાન કેન્દ્રિત કરવાની સાથે Vegan કંપનીઓ ઓછા કાર્બનનું ઉત્સર્જન, એસ એન્ડ પી ઇન્ડેક્સ પર કંપનીની આવક અને અન્ય ESG ઇન્ડેક્સ માટે મહત્ત્વની છે. જ્યારે એસએન્ડપી 500 ઇન્ડેક્સમાં પ્રતિનિધિત્વ  કરતા શેર પ્રતિ 10 લાખ ડોલરે 129.67 ટન કચરો કરે છે, જ્યારે vegnના શેર માત્ર 5.04 ટન કચરો પેદા કરે છે. આ પ્રકારે ઇન્ડેક્સમાં કંપનીસ્થિત મેટ્રિક્સદીઠ કાર્બનનું ઉત્સર્જન અને પાણીનો વપરાશ ઓછો કરે છે. પાછલા એક વર્ષમાં VEGN સંપત્તિમાં સતત 25 લાખ ડોલરની એસેટ્સ થઈ ગઈ છે. જેથી મૂડીરોકાણ કરતા સીઈઓ ક્લેર સ્મિથે પ્રતિક્રિયા આપતાં કહ્યું હતું કે અમે ઉત્સાહી છીએ કે વધુ ને વધુ રોકાણાકારો ઇન્ડેક્સ ફંડ્સમાંથી વિનાશકારી નફાવાળી કંપનીમાંથી બહાર નીકળી રહ્યા છે અને વધુ સારા વિકલ્પ તરફ વળી રહ્યા છે. 

જેમ-જેમ વિશ્વ નૈતિકતા તરફ વળી રહ્યું છે, સમયની સાથે રોકાણકારો VEGN પર વિચાર કરી રહ્યા છે. વ્યક્તિગતરૂપે હું માનું છું કે ભારતથી સારો કોઈ દેશ નથી, જેમાં શ્રીમંત અનમે ટેક્નોસેવી પ્રેમી શાકાહારી-શાકાહારીઓની સાથે વિચારી નથી શકતા અને રોગચાળાની સામે કોઈ સારો સમય નથી, સારું કરો અને એનાથી ઉત્તમ શું થઈ શકે એ વિચારો.  

(મેનકા ગાંધી)

(ભૂતપૂર્વ કેન્દ્રિય મંત્રી મેનકા સંજય ગાંધી એમના પ્રાણી, પર્યાવરણ અને પ્રકૃતિ પ્રત્યેના પ્રેમ અને લગાવ માટે જાણીતા છે. આ ક્ષેત્રોમાં એમનું નોંધપાત્ર પ્રદાન છે. એમના લખાણો ચિત્રલેખા.કોમ માં વાંચો દર બુધવારે…)