શાંતિ બિઝનેસ સ્કૂલ (SBS), અમદાવાદ દ્વારા તેના વાર્ષિક મેનેજમેન્ટ અને કલ્ચરલ ફેસ્ટ બૌદ્ધિકા 2026નું સફળતાપૂર્વક આયોજન કરવામાં આવ્યું હતું. આ વર્ષનો મહોત્સવ “નઈ સોચ, નયા જોશ, નઈ દિશા” થીમ પર આધારિત હતો. જે નવા વિચારો, ગતિશીલ ઉર્જા અને પ્રગતિશીલ દિશાના નવીન જુસ્સાને પ્રતિબિંબિત કરે છે.

‘બૌદ્ધિકા 2026૬’ માં 14 જેટલી વિવિધ સ્પર્ધાઓમાં 500થી વધુ વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો, જે સર્વાંગી વિકાસ અને પ્રાયોગિક શિક્ષણ પ્રત્યે SBSની પ્રતિબદ્ધતાને મજબૂત બનાવે છે. આ કાર્યક્રમમાં મેનેજમેન્ટ પડકારો અને સાંસ્કૃતિક પ્રસ્તુતિઓનો અદભૂત સંગમ જોવા મળ્યો હતો. વ્યાપાર પહેલી (બિઝનેસ ક્વિઝ), વિજ્ઞાપન (એડ મેઈડ શો), વિચાર મંથન (બિઝનેસ ડિલેમા) અને તર્ક-વિતર્ક (કોર્પોરેટ ડ્યુઅલ) જેવી સ્પર્ધાઓએ વિદ્યાર્થીઓની વિશ્લેષણાત્મક ઊંડાઈ અને વ્યૂહાત્મક કૌશલ્યની કસોટી કરી હતી.

સાંસ્કૃતિક ક્ષેત્રે સરગમ (ગાયન), નાચ લે (નૃત્ય), જલવા (ફેશન શો) અને ચિત્રપથ (ડ્રામા/નુક્કડ નાટક) જેવા મંચો દ્વારા વિદ્યાર્થીઓની કલાત્મક પ્રતિભા અને અભિવ્યક્તિ ખીલી ઉઠી હતી. આ ઉપરાંત, ખુલા દરબાર (ઓપન માઈક), ઉસ્તાદ-એ-ઝાયકા (માસ્ટર શેફ), વો પુરાને દિન (સ્કૂલ ગેમ્સ), કુરુક્ષેત્ર (BGMI), તલાશ (ટ્રેઝર હન્ટ) અને આઓ ખેલેં (બોક્સ ક્રિકેટ) જેવી સ્પર્ધાઓએ બે દિવસીય ઉજવણીમાં જીવંતતા અને ટીમ વર્કનો રંગ ઉમેર્યો હતો. કાર્યક્રમનો પ્રારંભ ઉદ્ઘાટન સમારોહ સાથે થયો હતો. સમગ્ર ઇવેન્ટ દરમિયાન વિદ્યાર્થીઓએ નેતૃત્વ, ટીમ વર્ક અને નવીનતાનું પ્રદર્શન કરીને SBSના મૂલ્યોને સાર્થક કર્યા હતા.

આ પ્રસંગે શાંતિ બિઝનેસ સ્કૂલના ડાયરેક્ટર ડો. નેહા શર્માએ જણાવ્યું હતું કે, ‘નઈ સોચ, નયા જોશ, નઈ દિશાએ માત્ર એક થીમ નથી, પણ એક માનસિકતા છે. SBSમાં અમે વિદ્યાર્થીઓને પરંપરાગત સીમાઓથી બહાર નીકળીને વિચારવા, તેમની શક્તિને સકારાત્મક નવીનતામાં બદલવા અને સ્પષ્ટતા તથા આત્મવિશ્વાસ સાથે આગળ વધવા માટે પ્રોત્સાહિત કરીએ છીએ. ‘બૌદ્ધિકા’ એક એવું પ્લેટફોર્મ છે જ્યાં પ્રતિભાને નિખારવામાં આવે છે અને નેતૃત્વના ગુણો ઘડાય છે.”
વિવિધ સ્પર્ધાઓના મૂલ્યાંકન માટે નિષ્ણાત નિર્ણાયકોની પેનલ ઉપસ્થિત રહી હતી. જેમાં ગર્વિષ્ઠા જાદવ (સરગમ), શ્રુતિ ત્રિવેદી અને કોમલ સોનવડેકર (નાચ લે), જવલ પંચાલ અને હેમંત શર્મા (ખુલા દરબાર), ડિમ્પલ કચ્છી (વિજ્ઞાપન), સિદ્ધાંત જીંજુવાડિયા અને ભાવેશ ભટ્ટ (જલવા) તેમજ જિજ્ઞા તિવારી અને હીના રાવલે (ઉસ્તાદ-એ-ઝાયકા) પોતાની સેવાઓ આપી હતી.
આ ઇવેન્ટના અંતે વિજેતાઓને સન્માનિત કરવામાં આવ્યા હતા. ‘બૌદ્ધિકા 2026’ એ ફરી એકવાર સાબિત કર્યું કે SBS એ માત્ર શિક્ષણનું કેન્દ્ર નથી, પરંતુ પ્રતિભાને નિખારવાનું અને ભવિષ્યના નેતાઓ તૈયાર કરવાનું સબળ માધ્યમ છે.


