અમેરિકા: ડોનાલ્ડ ટ્રમ્પ અમેરિકાના 47મા રાષ્ટ્રપતિ તરીકે ચૂંટાયા છે. તેમણે વર્તમાન ઉપરાષ્ટ્રપતિ અને ડેમોક્રેટિક પાર્ટીના ઉમેદવાર કમલા હેરિસને હરાવ્યા છે. આ ચૂંટણીમાં ભારતીય મૂળના નેતાઓ પણ જોવા મળ્યા હતા. ભારતીય મૂળના કુલ 6 નેતાઓ યુ.એસ. કોંગ્રેસના સાંસદ બનવામાં સફળ રહ્યા છે. સુહાસ સુબ્રમણ્યમ વર્જિનિયા 10 ડિસ્ટ્રિક્ટ સીટ પરથી જીત્યા છે, કેલિફોર્નિયા 6’th ડિસ્ટ્રિક્ટથી અમી બેરા, ઇલિનોઇસ 8’th ડિસ્ટ્રિક્ટથી એસ. રાજા કૃષ્ણમૂર્તિ, કેલિફોર્નિયા 17’th ડિસ્ટ્રિક્ટથી રો ખન્ના, વોશિંગ્ટન 7’th ડિસ્ટ્રિક્ટથી પ્રમિલા જયપાલ અને મિશિગન 13’th ડિસ્ટ્રિક્ટથી શ્રી થાનેદાર સાંસદ બનવામાં સફળ રહ્યા છે.
ભારતીય-અમેરિકન વકીલ સુહાસ સુબ્રમણ્યમની વેબસાઈટ અનુસાર તેમના માતા બેંગલુરૂના વતની હતા. 1970ના દાયકામાં તેઓ એટલાન્ટિક પાર કરીને, સ્થળાંતર કરીને તેમના પિતા સાથે અમેરિકા આવ્યા હતા. સુહાસના પિતાનો ઉછેર ચેન્નાઈ અને સિકંદરાબાદમાં થયો હતો. સુહાસ પાસે નોર્થવેસ્ટર્ન યુનિવર્સિટીમાંથી કાયદાની ડિગ્રી છે. તેમણે અગાઉ તત્કાલિન રાષ્ટ્રપતિ ઓબામાના વ્હાઇટ હાઉસ ટેક્નોલોજી નીતિ સલાહકાર તરીકે સેવા આપી હતી. 2019માં, તેઓ વર્જિનિયા જનરલ એસેમ્બલી માટે ચૂંટાયા હતા. સુબ્રમણ્યમે રિપબ્લિકન પાર્ટીના માઈક ક્લેન્સીને હરાવ્યા છે. તેઓ હાલમાં વર્જિનિયા રાજ્યના સેનેટર છે.
કર્ણાટકમાં જન્મેલા આ કોંગ્રેસપર્સન ભારતમાંથી રસાયણશાસ્ત્રમાં માસ્ટર ડિગ્રી પૂર્ણ કર્યા પછી 1979માં યુનાઇટેડ સ્ટેટ્સ આવ્યા હતા. તેમણે અહીં 1982માં એક્રોન યુનિવર્સિટીમાંથી રસાયણશાસ્ત્રમાં પીએચ.ડી. કરી હતી. બાદમાં તેઓ 1988માં યુ.એસ. સિટિઝન બન્યા હતા.
અમેરિકામાં તેમના શરૂઆતી દિવસોમાં શ્રી થાનેદારે અનેક નાની-મોટી નોકરીઓ કરી છે અને કારમાં સૂઈને પણ દિવસો પસાર કર્યા હતા. ફાર્માસ્યુટિકલ સંશોધક અને પછી એક ઉદ્યોગ સાહસિક તરીકે કામ કર્યા બાદ, તેઓ 2018માં જાહેર જીવન સેવા તરફ વળ્યા. શ્રી થાનેદાર પ્રથમ વખત 118મી કોંગ્રેસમાં મિશિગનનું પ્રતિનિધિત્વ કરવા માટે ચૂંટાયા હતા. તેઓ 2023થી મિશિગનના 13મા કોંગ્રેસનલ ડિસ્ટ્રિક્ટના સભ્ય છે. હવે તેમને બીજી વખત હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવના ઉમેદવાર તરીકે પસંદ કરવામાં આવ્યા છે.
1973 માં ભારતમાં જન્મેલા, શ્રી કૃષ્ણમૂર્તિનો પરિવાર જ્યારે તેઓ ત્રણ મહિનાના હતા ત્યારે ન્યૂયોર્ક સ્થળાંતર થયો હતો. તેમના પિતાએ 40 વર્ષથી વધુ સમય સુધી બ્રેડલી યુનિવર્સિટીમાં એન્જિનિયરિંગ પ્રોફેસર તરીકે કામ કર્યું હતું.
એસ. રાજા કૃષ્ણમૂર્તિ પ્રિન્સટન યુનિવર્સિટીમાંથી મિકેનિકલ એન્જિનિયરિંગની ડિગ્રી સાથે સ્નાતક થયા. પ્રિન્સટન સ્કૂલ ઑફ પબ્લિક એન્ડ ઇન્ટરનેશનલ અફેર્સમાંથી પ્રમાણપત્ર મેળવ્યું છે. જે પછી, તેમણે સતત પાંચ વર્ષ હાર્વર્ડ લો સ્કૂલમાં અભ્યાસ કર્યો. એસ. રાજા કૃષ્ણમૂર્તિ ઇતિહાસમાં પ્રથમ દક્ષિણ એશિયાઈ અમેરિકન તરીકે કોંગ્રેસની સમિતિનું નેતૃત્વ કરે છે.
ડૉ. અમી બેરા વ્યવસાયે ડૉક્ટર છે. તેઓ સૌથી વરિષ્ઠ ભારતીય મૂળના અમેરિકન ધારાસભ્ય છે. તેઓ વર્ષ 2013થી કેલિફોર્નિયાના છઠ્ઠા કોંગ્રેસનલ ડિસ્ટ્રિક્ટનું પ્રતિનિધિત્વ કરે છે. અમી બેરા સતત સાતમી વખત ચૂંટાયા છે.
ડૉ. અમી બેરાની ઓફિસિયલ વેબસાઈટ અનુસાર તેઓએ શિક્ષણમાં સંક્રમણ પહેલા સેક્રામેન્ટો કન્ટ્રીમાં ચીફ મેડિકલ ઓફિસર તરીકે સેવા આપી હતી. ત્યાં તેમણે યુનિવર્સિટી ઓફ કેલિફોર્નિયા (ડેવિસ)માં એડમિશન અને આઉટરીચ માટે દવાના ક્લિનિકલ પ્રોફેસર અને સહયોગી ડીન તરીકે પણ કામ કર્યું હતું.
કેલિફોર્નિયાના 17મા કોંગ્રેસનલ ડિસ્ટ્રિક્ટનું પ્રતિનિધિત્વ કરતા રો ખન્ના તેમની સતત ચોથી મુદત માટે તૈયાર છે. તેમના દાદાજીએ મહાત્મા ગાંધીની સ્વતંત્રતા ચળવળમાં ભાગ લીધો હતો અને ઘણા વર્ષો જેલમાં વિતાવ્યા હતા. તેમના માતા-પિતા પાછળથી “તેમના બાળકો માટે વધુ સારી તકો અને વધુ સારું જીવન મેળવવા માટે” યુનાઇટેડ સ્ટેટ્સમાં સ્થળાંતર થયા હતા.
2016માં પ્રથમ વખત પદ પર ચૂંટાયા તે પહેલાં રો ખન્નાએ સ્ટેનફોર્ડ યુનિવર્સિટીમાં અર્થશાસ્ત્ર વિભાગમાં લેક્ચરર અને સાન્ટા ક્લેરા લો સ્કૂલમાં સહાયક પ્રોફેસર તરીકે કામ કર્યું છે.
યુ.એસ. હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવ્સમાં પ્રથમ દક્ષિણ એશિયાઈ અમેરિકન મહિલા અને યુ.એસ. કોંગ્રેસમાં બે ડઝન નેચરલાઈઝ્ડ નાગરિકોમાંથી એક માત્ર, પ્રમિલા જયપાલ તેમના સતત 5મા કાર્યકાળ માટે કામ કરવા માટે તૈયાર છે.
અમેરિકા આવતા પહેલાં આ ભારતીય મૂળના કોંગ્રેસ મહિલા ઇન્ડોનેશિયા અને સિંગાપોર રહીને પછી નોર્થ અમેરિકન સ્ટેટમાં સ્થાયી થયા હતા. 16 વર્ષની ઉંમરે તેમણે જ્યોર્જટાઉન યુનિવર્સિટીમાં અભ્યાસ માટે પહોંચ્યા હતા. બાદમાં તેમણે નોર્થવેસ્ટર્ન યુનિવર્સિટીમાંથી એમ.બી.એ. કર્યું.
પ્રમિલા જયપાલ અગાઉ ડોનાલ્ડ ટ્રમ્પના વહીવટીતંત્રની ઇમિગ્રેશન અંગેની નીતિઓ સામે લડતા અવાજોમાંથી એક છે.