તાઈવાન: અહીંની સંસદમાં શુક્રવારે છૂટા હાથની મારામારી જોવા મળી હતી. દેશની મુખ્ય વિપક્ષી પાર્ટીના સાંસદોએ સ્પીકરની ખુરશી પર કબજો કરવાની પણ કોશિશ કરી હતી.માહિતી અનુસાર ડેમોક્રેટિક પ્રોગ્રેસિવ પાર્ટીના સાંસદોએ ગુરુવારે રાત્રે સંસદમાં હુમલો કર્યો હતો. તેમણે સંસદની બારીઓ તોડી નાખી હતી. નેશનલિસ્ટ પાર્ટી દ્વારા ત્રણ નવા બિલ રજૂ કરવામાં આવ્યા હતા. વિપક્ષે ત્રણેય બિલ સામે પણ વાંધો ઉઠાવ્યો હતો.