સિડનીઃ બોર્ડર-ગાવસકર ટ્રોફીની પાંચમી ટેસ્ટ બે દિવસમાં જ રસપ્રદ તબક્કામાં પહોંચી છે. ભારતીય ટીમ પહેલા દિવસે 185 રનમાં આઉટ થયા પછી ઓસ્ટ્રેલિયાએ 181 રન બનાવ્યા હતા. ત્યાર બાદ ભારતે બીજી ઇનિંગ્સમાં છ વિકેટ ગુમાવીને 145 રનની લીડ મેળવી છે. ટીમ ઇન્ડિયા માટે આંચકા સમાન બાબત એ છે કે જસપ્રીત બુમરાહ ઇજાગ્રસ્ત થયો છે.
ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે બોર્ડર-ગાવસ્કર ટ્રોફીની છેલ્લી ટેસ્ટ 3 જાન્યુઆરીથી સિડનીમાં શરૂ થઈ હતી. મેચનો બીજો દિવસ ખૂબ જ રોમાંચક રહ્યો અને એકંદરે 15 વિકેટ પડી અને 300થી વધુ રન બનાવ્યા. એકંદરે બીજો દિવસ બોલરોને નામે રહ્યો હતો બેટ્સમેનો સંઘર્ષ કરતા જોવા મળ્યા, તેમ છતાં ભારત આ સ્પર્ધામાં આગળ છે.
Stumps on Day 2 in Sydney.#TeamIndia move to 141/6 in the 2nd innings, lead by 145 runs.
Ravindra Jadeja & Washington Sundar at the crease 🤝
Scorecard – https://t.co/NFmndHLfxu #AUSvIND pic.twitter.com/4fUHE16iJq
— BCCI (@BCCI) January 4, 2025
બીજા દિવસની રમતને અંતે બીજી ઇનિંગમાં ભારતીય ટીમનો સ્કોર 141/6 છે. રવીન્દ્ર જાડેજા (અણનમ 8) અને વોશિંગ્ટન સુંદર (અણનમ 6) ક્રીઝ પર છે. ભારતની કુલ લીડ 145 રન છે.આ મેચમાં ભારતીય ટીમ પ્રથમ દાવમાં 185 રનમાં સમેટાઈ ગઈ હતી. જવાબમાં ઓસ્ટ્રેલિયાનો પ્રથમ દાવ પણ 181 રનમાં સમેટાઈ ગયો હતો. ભારતે પર્થમાં પ્રથમ ટેસ્ટ મેચ 295 રને જીતી લીધી હતી. ત્યાર બાદ ઓસ્ટ્રેલિયાએ એડિલેડ ટેસ્ટ 10 વિકેટે જીતી હતી. આ પછી બ્રિસબેન ટેસ્ટ ડ્રો રહી હતી.
બીજી ઇનિંગ્સમાં કેએલ રાહુલ 13, શુભમન ગિલ 13, વિરાટ કોહલી છ, નીતીશકુમાર રેડ્ડીએ ચાર રન બનાવ્યા હતા. જ્યારે ઋષભ પંચે 33 બોલમાં છ ચોક્કા અને ચાર છક્કાની મદદથી 61 રન બનાવ્યા હતા.