વર્તમાન સમયમાં આપણી ઘણી સમસ્યાનું સમાધાન AI એટલે કે, આર્ટીફિશિયલ ઇન્ટેલિજન્સ સરળતાથી આપી દે છે, પરંતુ કહે છે ને કે જે ટેકનોલોજીનો ફાયદો છે એના નુકસાન પણ હોઇ શકે છે. સવાલ એ પણ પૂછાઇ રહ્યો છે કે, શું AIના વધતા જતા ઉપયોગથી રોજગારી સામે ખતરો છે? માણસ જે કામ કરે છે એ જો મશીન કરવા માંડશે તો પછી માણસ શું કરશે?
એ વાત સાચી કે AI ના ઉપયોગથી ઉત્પાદકતા અને કાર્યક્ષમતા વધી છે. અનેક ક્ષેત્રોમાં એના ઉપયોગથી ઘણો લાભ મળ્યો છે, પણ સામે ઘણા એવા ક્ષેત્રો છે, જ્યાં રોજગારી સામે જોખમ ઉભું થઈ રહ્યું છે. AIના વધતા ઉપયોગથી રોજગારીમાં વધારો થશે કે ઘટાડો? AIનો ઉપયોગ પણ થાય અને રોજગારીનું સર્જન પણ થાય એવો કોઇ રસ્તો ખરો? જો હા, તો તે કયો રસ્તો છે?
આ વખતે ઓપિનિયમ વિભાગમાં જાણીએ કે, આ ક્ષેત્રને નજીકથી જાણતા નિષ્ણાતો શું કહે છે આ મુદ્દે…
અમિત સલૂજા, ફાઉન્ડર, DIGIxlt
AI થી રોજગારીનું સ્તર વધી રહ્યું છે. હાલ અમારી કંપની મેન્યુફેક્ચરીંગ કંપનીમાં AIના ઉપયોગને લઈ કન્સલ્ટિંગ આપે છે. સામાન્ય રીતે AI મેન્યુફેક્ચરીંગ કંપનીમાં ઉત્પાદકતા અને કાર્યક્ષમતામાં વધારો કરવામાં મદદ રૂપ થાય છે. કંપનીના જૂના ડેટા એનાલિસિસ કરી, નવુ ઉત્પાદન વધુ સારી ક્ષમતા અને ઓછા સમયમાં AIની મદદથી થઇ શકે છે. આ સાથે સાથે ભવિષ્યમાં મશીનરીમાં થનારી ખામીનું અનુમાન વર્તમાનમાં લગાવી, ખામીનું નિવારણ પણ લાવી શકાય છે. જ્યારે AIના કાર્ય સમજી તેના પર અમલીકરણ કરવા માટે AI એક્સપર્ટની જરૂર પડતી હોય છે. જેથી કહી શકાય કે AIના કારણે રોજગારી છીનવાઈ નથી, પરંતુ ચોક્કસ પ્રકારની રોજગારી વધી શકે છે.
દીપક ભટ્ટ, ફાઉન્ડર & CEO, ગ્લોબલ મેનેજમેન્ટ કન્સલ્ટન્સી
આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સની આપણા દેશમાં આગામી પાંચથી સાત વર્ષ કોઈ મોટો ફેરફાર જોવા મળવાની શક્યતા નથી. જ્યારે ટેક્નોલોજીને વ્યાવસાયિક રીતે સમજી અને અમલમાં મૂકવા માટે મોટી સંખ્યામાં સોફ્ટવેર એન્જિનિયર અને એડમિનિસ્ટ્રેટિવ સ્ટાફની જરૂર છે, જે કર્મચારીઓને તાલીમ આપી શકે. AI પોતે વિચારી શકતો નથી, તે વ્યક્તિ દ્વારા આપવામાં આવેલ આદેશ પર કાર્ય કરે છે અને તેનો અલ્ગોરિધમ તે પ્રમાણે જ ડિઝાઇન કરવામાં આવ્યો છે. મારા રિસર્ચ મુજબ ડિઝાઇન, ઓડિયો-વિડિઓ, સોશિયલ મીડિયા, શિક્ષણ, હાઈવે ટોલ ટેક્સ, હેલ્થકેર સેક્ટર, ઓનલાઇન ફૂડ સપ્લાય કંપની, શોપિંગ મોલ, પોલીસ વિભાગ દ્વારા સમાજની સુરક્ષા, કંપનીની સપ્લાય ચેઇન અને પ્રોડક્ટનું એન્ડ-ટુ-એન્ડ મેનેજમેન્ટ, પબ્લિકેશન, અને મીડિયા જેવા ક્ષેત્રોમાં કર્મચારીઓ અને કંપનીઓને વિશેષ લાભ થશે. સૌથી વધુ પ્રભાવિત થતું ક્ષેત્ર મેન્યુફેક્ચરિંગ છે, જ્યાં AI પર આધારિત ઓટોમેશન હ્યુમન લેબરને અપ્રતિમ દરે બદલી રહ્યું છે. ફેક્ટરીમાં કામ કરતા મજૂરોના, ખાસ કરીને એસેમ્બલી લાઇન અને રૂટિન પ્રોડક્શન કાર્યોમાં, મોટા પાયે નોકરીના નુકસાન તરફ દોરી શકે છે. ટેકનોલોજીનો ઉપયોગ કરતાં પહેલાં આપણે લોકોની વિચારધારા સાથે કામ કરવું પડશે.
સમીર પચૌરી, ફાઉન્ડર અને CEO, અપના કનેક્ટ
રોજગાર ઉત્પન્ન કરવા માટે AI જેટલું સારું કોઈપણ ટુલ નથી. ઉદાહરણ તરીકે, જ્યારે આપણા જીવન કમ્પ્યુટર આવ્યા હતા, ત્યારે પણ કેટલાક લોકોને લાગ્યું હતું કે કમ્પ્યુટર રોજગારી છીનવી લેશે. પરંતુ જ્યારે કમ્પ્યુટર રોજગારી છીનવી ન હતી,પણ વધારે ઉત્પન્ન કરી હતી. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એક ટેકનોલોજી છે, જેના માધ્યમથી કંપનીની ઉત્પાદકતા વધશે. માઈક્રોસોફ્ટ કંપનીએ 2025 સુધીમાં 20 લાખ ભારતીયોને લોકોને AI ટ્રેનિગ આપવાની જાહેરાત કરી છે. લગભગ તમામ ધંધાદારીઓને AI માટે એક- બે જગ્યા ફાળવવી પડશે. AI નો ઉપયોગ કરવા માટે પણ આપણે લોકોની જરૂર પડશે. AI નાનાથી મોટા ધંધાદારીઓનું કામ સરળ કરવા માટે છે, મુશ્કેલી વધારવા માટે નથી.
સંદીપ મુદલિયાર, વાઇસ પ્રેસિડેન્ટ અને હેડ HR, એનાલિટિક્સ સોલ્યુશન્સ
લોકોનું માનવું એવું છે કે ટૂંકા સમયમાં AI લોકોની રોજગારી છીનવી લેશે, પણ અમારું માનવું એવું છે કે લાંબા સમય ગાળામાં રોજગારી અને કાર્યક્ષમતામાં વધારો કરવામાં મદદરૂપ બનશે. ટ્રાન્જેક્શન એક્ટિવીટી સરળતાથી કરવામાં AI મદદરૂપ બનશે. આ નવી ટેકનોલોજીને શીખી અને ટેકનોલોજીની મદદથી કાર્યક્ષેત્રમાં કઈ રીતે આગળ વધવાની તક શોધવી જોઈએ? જ્યારે વાત થાય રોજગારીની તો AIની સારસંભાળ, ઉત્પાદન અને ઉપયોગ માટે નવા લોકોની જરૂર પડશે. જેથી આપણ કહી શકીએ કે AIની મદદથી બેથી ચાર નવી રોજગારી ઉત્પન્ન થાય છે. AIની મદદથી રિપિટેટીવ ટાસ્ક તો સરળ બનશે આ સાથે AIની મદદ કર્મચારીઓની રોજગારનું સ્તર નેક્સ્ટ લેવલ સુધી જઈ શકશે. કન્સલ્ટિંગ, એડવાઇઝરી જેવા સેક્ટરમાં AI મદદથી રોજગારીનુ સ્તર ઉંચુ આવશે. આ ઉપરાંત કંપનીનું અર્નિંગ પોટેન્શિયલ પણ વધી જશે.
ડૉ. ફાલ્ગુની વસાવડા, પ્રોફેસર, MICA
આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના મદદથી રોજગારી વધી રહી છે. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ સાથે કામ કરવા માટે નવી સ્કીલ ડેવલપ કરવી પડે, AI દ્વારા એકત્ર કરવામાં આવતા ડેટાનું વિશ્લેષણ કરવા માટે પણ માણસની જરૂર પડશે. જ્યારે AI રિપેટીટેવ ટાસ્ક કરી લેશે, પરંતુ AI ને ચલાવવા માટે તો માણસની જરૂર પડશે. જ્યારે વાત AI રોજગારી ઉત્પાદન કરવાની વાત થાય પ્રોમ્પ્ટ એન્જીનીયરીંગ, ઈનસાડ માઈનિંગ, AI એક્સપર્ટ જોવી જગ્યા પર નવી રોજગારી ઉત્પાદન થશે.
(તેજસ રાજપરા- અમદાવાદ)