અમદાવાદ શહેરનું મુખ્ય બસમથક એટલે ગીતા મંદિર. અમદાવાદ શહેરની બહાર જતા કે શહેરમાં પ્રવેશતા એસ.ટી.બસના પ્રવાસીઓ માટે ગીતા મંદિર એટલે એસ.ટી. બસસ્ટેન્ડ. પરંતુ આ ઓળખ કાયમી બની ચૂકી હોવા છતાં સાચી નથી. હકીકતમાં એસ.ટી. બસ સ્ટેન્ડ જ્યાં આવેલું છે એ વિસ્તારમાં એક ગીતા મંદિર આવેલું છે.
ગીતાજીની મૂર્તિ સાથેના આ સંકુલમાં ગીતાજીની સ્થાપનાની સાથે ભગવદ્ ગીતાના અઢાર અધ્યાય, સચિત્ર પ્રસંગો અને મહાભારતના વિશાળ ચિત્રો પણ અહીં જોવા મળે છે. સાથે ભગવાન શંકર, હનુમાનજી સહિત દેવી દેવતાઓ તો ખરા જ. આ મંદિરની સ્થાપના વર્ષ 1940 માં સ્વામી વિદ્યાનંદજી મહારાજના વિચાર અને હિંમતલાલજી પરિવારના સહયોગથી કરવામાં આવી હતી.
ભારતમાં અને દુનિયાના અન્ય દેશોમાં જ્યાં ગીતાજીના મંદિરો છે એમાં જે રીતે ગીતા જયંતિ પર જે પ્રકારના કાર્યક્રમો થાય છે એ જ રીતે અમદાવાદના આ ગીતા મંદિરમાં પણ ગીતા જયંતિ નિમિત્તે અનેક કાર્યક્રમો થાય છે. સાથે સાથે માનવ કલ્યાણની અનેકવિધ પ્રવૃત્તિઓ પણ કરવામાં આવે છે.
(પ્રજ્ઞેશ વ્યાસ)