બાયોમેડિકલ વિદ્યાર્થિની ખુશી પટેલ બની મિસ ઈન્ડિયા વર્લ્ડવાઈડ-2022

બ્રિટનનિવાસી ખુશી પટેલે તાજેતરમાં જ ‘મિસ ઈન્ડિયા વર્લ્ડવાઈડ-2022’ તાજ જીત્યો છે. ભારતની બહાર આ સૌથી લાંબા સમયથી યોજાતી ભારતીય સૌંદર્ય સ્પર્ધા છે.

એમાં અમેરિકાની વૈદેહી ડોંગરેને ફર્સ્ટ રનર-અપ અને શ્રુતિકા માનેને સેકન્ડ રનર-અપ ઘોષિત કરવામાં આવી હતી. આ સ્પર્ધામાં ભાગ લેનાર ટોચની 12 સ્પર્ધક સુંદરીઓ વિશ્વસ્તરે આયોજિત અન્ય અનેક સૌંદર્ય સ્પર્ધાઓની વિજેતાઓ રહી હતી.

ખુશી પટેલ બ્રિટનની બાયોમેડિકલ વિદ્યાર્થિની છે. એ બાયોમેડિકલ સાયન્સીસ (મેજર) તથા સાઈકોલોજી (માઈનર)નો અભ્યાસ કરે છે. એ છેલ્લા એક વર્ષથી મોડેલિંગ કરી રહી છે. એનો પોતાનો ક્લોધિંગ સ્ટોર પણ છે. એ હવે ઘણી ચેરિટી કરવા માગે છે અને ગરીબ તથા વિકાસશીલ દેશોમાં મદદરૂપ થવા ઈચ્છે છે. 

ખુશી પટેલ અંગે વિશેષ માહિતીઃ

વ્યવસાયઃ

  • ફેશન મોડેલ – ઓર્લેન્ડો, ફ્લોરિડા, અમેરિકા

અનુભવઃ

  • લિયાનાબેલ રોઝેરિઓ ઈન્ટરનેશનલ (મિસ પ્યૂર્ટો રીકો 1998) દ્વારા પ્રોફેશનલ મોડેલિંગ સર્ટિફિકેટધારક

સિદ્ધિઃ

  • મિસ ઈન્ડિયા વર્લ્ડવાઈડ-2022
  • મિસ ઈન્ડિયા યૂનાઈટેડ કિંગ્ડમ-2022
  • મિસ ઈન્ડિયા યૂએસએ પોપ્યૂલારિટી-2021
  • મિસ ઈન્ડિયા ફ્લોરિડા-2021
  • મિસ ઈન્ડિયા વર્લ્ડવાઈડ-મિસ બ્યૂટીફુલ ફેસ-2022
  • ઈન્ડિયન બિઝનેસ એસોસિએશન (આઈબીએ) NJ ગાલા-2021ની હોસ્ટ અને એન્કરપર્સન
  • વાર્ષિક ભારતીય આઝાદી દિવસ પરેડ (શિકાગો)માં એકલ ચીફ ગેસ્ટ
  • 2021માં NJ આઝાદી દિવસ પરેડમાં ઈન્ડિયન બિઝનેસ એસોસિએસન ખાતે અભિનેત્રી નીતુ ચંદ્રા અને ભૂતપૂર્વ મિસ વર્લ્ડ ડાયના હેડન સાથે મહેમાન

શિક્ષણઃ

  • સેન્ટ એન્થની હાઈસ્કૂલ (યૂનાઈટેડ કિંગ્ડમ) 2014-2018
  • લેક નોના હાઈસ્કૂલ (ફ્લોરિડા, અમેરિકા) 2018-2020
  • વેલેન્શિયા કોલેજ (પ્રી-મેડ કોર) 2020-2021
  • સેન્ટ્રલ ફ્લોરિડા યૂનિવર્સિટી – બાયોમેડિકલ સાયન્સીસ (મેજર) તથા સાઈકોલોજી અને બિઝનેસ (માઈનર) 2021થી વર્તમાનમાં.