યૂઝર્સે વિડિયો-શેરિંગ વેબસાઈટ યૂટ્યૂબ પર કેટલો સમય વિતાવ્યો છે એ તેમને દર્શાવતું એક નવું ટૂલ ગૂગલે આજથી લોન્ચ કર્યું છે.
ગૂગલે ‘ટાઈમ વોચ્ડ’ (Time watched) પ્રોફાઈલ ક્રીએટ કર્યું છે, જે યૂઝર્સને દર્શાવશે યૂટ્યૂબ વેબસાઈટ પરનો એમનો દૈનિક એવરેજ વોચ ટાઈમ.
યૂઝર્સને આ વોચટાઈમ છેલ્લા સાત દિવસ સુધીનો જોવા મળશે. મતલબ કે તમે આજે, ગઈ કાલે અને છેલ્લા સાત દિવસ સુધી યૂટ્યૂબ પર વિડિયોઝ જોવામાં કેટલો સમય વિતાવ્યો એ જાણી શકાશે.
યૂઝર્સ જેવા યૂટ્યૂબ પર સાઈન-ઈન કરશે કે એમને આ ટૂલ ઉપલબ્ધ થશે.
ગૂગલ આને ડિજિટલ વેલબીઈંગ ટૂલ ગણાવે છે. આ ટૂલમાં એક ડેશબોર્ડ હોય છે જે યૂઝર્સને જણાવે છે કે એમણે વિડિયોઝ જોવામાં કેટલો સમય વિતાવ્યો.
ગૂગલની માલિકીની વિડિયો સર્વિસ યૂટ્યૂબે તાજેતરમાં જ એક નવું ફીચર લોન્ચ કર્યું હતું જેમાં યૂઝર્સ રીમાઈન્ડર્સ સેટ કરી શકે છે, જે એમને એલર્ટ કરે કે હવે બિન્ગિંગમાંથી બ્રેક લેવાનો સમય થઈ ગયો છે.
જોકે આમાં એક નોંધવા જેવી વાત એ છે કે આ ટૂલ-ડેશબોર્ડમાં તમે યૂટ્યૂબ ટીવી અને યૂટ્યૂબ મ્યુઝિક જોવામાં કેટલો સમય વિતાવ્યો એ જાણકારીનો સમાવેશ નહીં હોય.