ગૂગલ અવાર નવાર તેના યૂઝર્સ માટે નવા નવા ફિચર લઈને આવે છે. આ વખતે ગૂગલે ‘ગૂગલ આસિસ્ટન્ટ’માં એક નવું ફિચર ‘વોઈસ મેચ’ લોન્ચ કર્યું છે. આ ફિચરની મદદથી ગૂગલ આસિસ્ટન્ટ પરિવારના સભ્યોનો અવાજ ઓળખી શકશે. આ ફિચરમાં છ લોકોનો અવાજ ઓળખી શકવાની ક્ષમતા છે.
આ ફિચર ગૂગલ આસિસ્ટન્ટની સપોર્ટિંગ ડિવાઈસ સ્માર્ટ સ્પીકર્સ અને સ્માર્ટ ડિસ્પ્લેની મદદથી કામ કરશે. જે લોકોની ડિવાઈસ કોઈ અન્ય લોકો પણ ઉપયોગ કરે છે તેને આ ફિચરથી ઘણો ફાયદો થશે. આ ફિચરથી ડિવાઈસને પર્સનલાઈઝ્ડ કરી શકાશે.
આ ફિચરના રોલઆઉટ સાથે જ એક જ ડિવાઈસ પર અલગ અલગ યુઝર્સ તેમના વોઈસના આધારે રિઝલ્ટ મળવી શકશે. આ ઉપરાંત તમે કેલેન્ડર રિમાઈન્ડર, મેપ વગેરે મેળવી શકશો.
આ ઉપરાંત કંપનીએ સ્માર્ટ સ્પીકર અને સ્માર્ટ ડિસ્પ્લેના ગૂગલ આસિસ્ટન્ટમાં નવી હોટવર્ડ સેન્સિટિવિટી સેટિંગને પણ ઉમેરવામાં આવ્યું છે. જેની મદદથી યૂઝર્સ ગૂગલ આસિસ્ટન્ટના હોટવર્ડ ‘Hey Google’ ના પ્રતિસાદને સમાયોજિત (એડજસ્ટ) કરી શકશે. સાથે જ નવું ડિફોલ્ટ સ્પીકર સેટિગ્સ પણ મળશે. જેની મદદથી તમે એક થી વધુ ગૂગલ આસિસ્ટન્ટ ડિવાઈસ જોડવા પર તેમની ડિફોલ્ટ સેટિંગ નક્કી કરી શકાશે. એટલે કે જો તમારી પાસે સ્માર્ટ સ્પીકર્સ છે તો તમે તેને વોઈસ કમાન્ડ આપીને મ્યૂઝિક સાંભળી શકશો.