જ્યારે પણ આપણે ઇશ્વરનું નામ સાંભળીએ છીએ, ત્યારે આપણા મનમાં એક ચોક્કસ પુરૂષની છબી ઉભરી આવે છે. આખી દુનિયામાં ઇશ્વરને પુરૂષ તરીકે જ માનવામાં આવ્યા છે, કારણ કે મનુષ્ય દ્વારા તેમને જે જવાબદારી આપી રાખી છે તે પ્રચંડ છે. દુનિયાને બનાવવુ, પછી ચલાવવુ અને પછી તેનો વિનાશ પણ કરવાનો છે. આટલા મોટા કારોબારને એક સ્ત્રી ચલાવે એની અપેક્ષા રાખવી મુશ્કેલ લાગે છે. ઘણા સમય પહેલા, કેટલીક સ્ત્રી-પ્રધાન સંસ્કૃતિઓ હતી જે ઇશ્વરને સ્ત્રી માનતી હતી. હવે, નારી મુક્તિના યુગમાં સ્ત્રીઓ એ વાતનો વિરોધ કરી રહી છે કે શા માટે ફક્ત પુરૂષ જ ઇશ્વર છે તેવુ માનીયે, સ્ત્રી ને કેમ ના માનીયે?પરંતુ આ વિવાદની કોઈ જરૂર જ નથી. ભારતના ઋષિઓએ ઇશ્વરને પુરુષ અને સ્ત્રી બંનેને એક જ માન્યા છે. ભગવાન શિવની અંદર તેઓ બન્ને વસે છે. આ કલ્પના માત્ર એક દાર્શનિક વિચાર નથી પરંતુ એક વૈજ્ઞાનિક તથ્ય છે; તે ઊર્જાસભર અને મનોવૈજ્ઞાનિક પણ છે. શિવ એકમાત્ર એવું પ્રતીક છે જેમાં પુરુષ અને સ્ત્રી એક થઇ ગયા છે. એટલા માટે તેમને અર્ધનારીશ્વર કહેવામાં આવ્યા. સમગ્ર વિશ્વમાં આ પ્રતિમા બેજોડ છે. સમગ્ર ઇતિહાસમાં ક્યાંય પણ એવી કોઇ પ્રતિમા નથી, જ્યાં સ્ત્રી અને પુરુષને અડધા-અડધા અંગ તરીકે દર્શાવવામાં આવ્યા હોય. ઇશ્વરને પુરુષ કે સ્ત્રી માનવું એ એક સામાજિક દુર્ઘટના છે. આની સાથે ઇશ્વરનો કોઈ સંબંધ નથી. વસ્તુત: ઇશ્વરને એક મનુષ્ય જેવું શરીર માનવું જ ખોટું છે; એનાથી જ બધી સમસ્યાઓ શરૂ થાય છે.
ઓશોએ આના ઉપર ચર્ચા કરી છે. તેઓ કહે છે કે જો અડધું અંગ સ્ત્રીનું અને અડધું અંગ પુરુષનું હોય, તો પછી બંનેનું સંતુલન બધાં તફાવતોને મટાડી દે છે અને વ્યક્તિત્વ બંનેથી પાર થઇ જાય છે. આ વૈજ્ઞાનિક ગણિત છે કે જ્યાં પણ બે વિરોધી વસ્તુઓ સમ થઇ જાય છે, તો વ્યક્તિત્વ તત્કાલ અલગ થઇ જાય છે. બંને વિરોધ ભેગા થઇને એક થઇ જાય છે. આ ઘટના જીવવિજ્ઞાન મુજબ સંપૂર્ણપણે સાચી છે. જીવવિજ્ઞાનીઓ કહે છે કે દરેક વ્યક્તિ બંને છે, બાય-સેક્સ્યુઅલ છે. એવું જ હોવું પણ જોઈએ, કારણ કે તમારો જન્મ એક પુરુષ અને સ્ત્રીના મિલનમાંથી થયો છે. જો તમે ફક્ત માતાથી જનમ્યા હોતે, તો તમે સ્ત્રી હોતે; જો તમે ફક્ત પિતાથી જનમયા હોતે, તો પુરુષ હોતે. પરંતુ તમારામાં પચાસ ટકા તમારા પિતા અને પચાસ ટકા તમારી માતા હાજર છે. તમે ન તો પુરુષ થઇ શકો છે, ન તો સ્ત્રી થઇ શકો છો. તમે અર્ધનારીશ્વર છો.
જીવવિજ્ઞાને તો હમણા છેલ્લા પચાસ વર્ષોમાં શોધી છે, પરંતુ આપણે અર્ધનારીશ્વરની પ્રતિમામાં, આજથી ઓછામાં ઓછા પચાસ હજાર વર્ષ પહેલા, આ ધારણાને સ્થાપિત કરી દીધી યોગીઓના અનુભવના આધારે. કારણ કે જ્યારે યોગી અંદર લીન થઈ જાય છે, ત્યારે તે અનુભવે છે કે હું બંને છું, પ્રકૃતિ પણ અને પુરૂષ પણ; મારામાં બંને ભળી રહ્યા છે; મારો પુરૂષ મારી પ્રકૃતિમાં લીન થઇ રહ્યો છે; મારી પ્રકૃતિ મારા પુરૂષ સાથે ભળી રહી છે.
પણ યાદ રહે, શિવની પૂજા કરવાથી તમને આવો અનુભવ નહીં થાય, શિવત્વને જીવીને તમે આનો અનુભવ કરી શકશો.
(અમૃત સાધના)
(અમૃત સાધના લાંબા સમયથી ઓશોના શિષ્ય છે અને ઓશો ઇન્ટરનેશનલ ફાઉન્ડેશનની મેનેજમેન્ટ ટીમના સભ્ય છે. ઓશો પ્રેસ અને મીડિયાનું ધ્યાન રાખે છે. તે ભારતના ઘણા અગ્રણી પ્રકાશનોમાં લખે છે. સમગ્ર વિશ્વમાં ઓશો ધ્યાન અને સ્વ-વિકાસ કાર્યશાળાઓનું સંચાલન કરે છે.)
