(દેશભરમાં આજકાલ કુંભમેળો છવાયેલો છે. એ આસ્થાનો મેળો છે. શ્રદ્ધાનો મેળો છે. કરોડો ભારતીયો માટે શ્રદ્ધાનું તીર્થ છે. આમ તો કુંભમેળા વિશે અઢળક લખાયું છે, પરંતુ વીસમી સદીના ક્રાંતિકારી દાર્શનિક એવા ઓશો રજનીશ તીર્થના આ સંગમ વિશે શું વિચારતા હતા એ વિશે સૌને કુતુહલ હોય જ. એટલે જ આજે ઓશો રજનીશના કેટલાક વિચારો અહીં પ્રસ્તુત છે…)
તીર્થ એક સામૂહિક પ્રયોગ છે. વર્ષમાં એક ખાસ દિવસે, ચોક્કસ સ્થાને, ચોક્કસ નક્ષત્રમાં, ચોક્કસ સમયે, ચોક્કસ તારાના સયોગ સાથે કરોડો લોકો તીર્થ સ્થળે ભેગા થશે. તેઓ માત્ર એક આકાંક્ષા અને એક અભીપ્સા સાથે સેંકડો માઈલની મુસાફરી કરીને આવશે.આમાં ઘણા તથ્યો છે.
સૌ પ્રથમ સમજવા જેવી વાત એ છે કે આ કરોડો લોકો એક આકાંક્ષા અને એક ઈચ્છા, એક પ્રાર્થના, એક અવાજ, એક સૂર લઈને આવે છે. અને ચેતનાનું એક માધ્યમ બની જાય છે. અને હવે ત્યાં કોઈ લોકો/વ્યક્તિ રહી જતાં નથી. કુંભ તરફ નજર કરીએ તો કોઈ વ્યક્તિ દેખાતો નથી. ભીડ, ભીડ, ભીડ, જ્યાં કોઈ ચહેરો નથી. આટલી ભીડમાં ચહેરો ક્યાંથી હોય કોણ રાજા છે અને કોણ ગરીબ છે, તેનાથી કોઈ ફરક પડતો નથી. કોણ ગરીબ છે, કોણ અમીર છે, કોઈ ફરક પડતો નથી, બધું ચહેરા વિનાનું થઈ ગયું છે. અને આ એક કરોડ લોકો એક આકાંક્ષા સાથે, એક પ્રાર્થના સાથે, એક ખાસ ક્ષણે એકઠા થાય છે. આ એક વિશાળ સંપર્ક ક્ષેત્ર/માધ્યમ છે. જો એક કરોડ લોકોની ચેતનાનો સમન્વય રચી શકાય અને એક સંકલિત સ્વરૂપ બની જાય તો ચેતનામાં પરમાત્મા નો પ્રવેશ ખૂબ જ સરળ થઈ જાય છે જેટલો એક એક વ્યક્તિ ની અંદર વ્યક્તિગત સંભાવના નથી. આ એક વિશાળ સ્તર ઉપર સંપર્ક ક્ષેત્ર નું માધ્યમ છે.
માણસની ચેતના દ્વારા બનાવેલ સંપર્ક ક્ષેત્ર જેટલું મોટું હોય છે. તેટલો પરમાત્માનો અવતાર સરળ બને છે. કારણ કે તે ખૂબ જ મોટી ઘટના છે! આ મોટા આયોજન માટે, આપણે જેટલી જગ્યા બનાવી શકીએ તેટલી ઉપયોગી છે. પ્રાર્થનાનું મૂળ સ્વરૂપ સમૂહ છે. જ્યારે વ્યક્તિગત લોકો અહંકારથી ભરાઈ જવા લાગ્યા ત્યારે વ્યક્તિગત પ્રાર્થનાનો જન્મ થયો અને અન્યની સાથે એક થવું અને ભળવું મુશ્કેલ થવા લાગયું, તેથી જ્યારથી વ્યક્તિગત પ્રાર્થના વિશ્વમાં દાખલ થઈ ત્યારથી પ્રાર્થનાનો લાભ ખોવાઈ/વિસરાઈ ગયો છે. વાસ્તવમાં પ્રાર્થના વ્યક્તિગત થઈ શકતી નથી. આપણે એક એવી મહાન શક્તિનું આહ્વાન કરી રહ્યા છીએ કે તેના અવતાર માટે આપણે જેટલો મોટો વિસ્તાર પ્રદાન કરી શકીશું તેટલું સુગમ રહશે.
તેથી તીર્થ સ્થાનો એક મોટો વિસ્તાર બનાવે છે. ત્યારબાદ ચોક્કસ નક્ષત્રમાં, ચોક્કસ દિવસે, ચોક્કસ વર્ષમાં એક ચોક્કસ ઘડી/સમયે કરવામાં આવે છે. તે સમયની દરેક ક્ષણની બધી ચોક્કસ પદ્ધતિઓ હતી. તેનો અર્થ એ કે તે સમયે અને તે નક્ષત્રમાં પહેલા સંપર્ક થયો હતો, અને જીવનની સમગ્ર વ્યવસ્થા સામયિક છે. આ પણ સમજવું જોઈએ. જેમ વરસાદ આવે છે, તે ચોક્કસ દિવસે આવે છે અને જો તે ખાસ દિવસેના આવે તો તેનું કારણ એ છે કે આપણે કોઈ છેડછાડ કરી છે. નહિંતર દિવસો એકદમ નિશ્ચિત હતા, ઘડિયાળ નિશ્ચિત હતી, બધું નિશ્ચિત હતું, કે તે કયા સમયે આવશે. ઉનાળો ખાસ સમયે આવશે, શિયાળો ખાસ સમયે આવશે, વસંત ખાસ સમયે આવશે બધું નક્કી પ્રાયોજીત હતું. શરીર પણ બરાબર એ જ રીતે કામ કરે છે.
સ્ત્રીઓને માસિક સ્રાવ હોય છે, તે ચંદ્ર સાથે બરાબર ફરે છે અને તે ચોક્કસ અઠ્ઠાવીસ દિવસમાં પાછા ફરવું જોઈએ. જો બધું સારું હોય, શરીર સ્વસ્થ હોય, તો તેણે અઠ્ઠાવીસ દિવસમાં પાછા ફરવું જોઈએ. બધી ઘટનાઓ એક ક્રમમાં પુનરાવર્તિત થાય છે. તેથી જો પરમાત્માનું અવતરણ કોઈ એક ક્ષણમાં થઈ જાય તો આપણે તે ક્ષણને આગામી વર્ષ માટે ફરીથી નોંધી શકીએ છીએ અને તે ક્ષણ વધુ સંભવિત બની જાય છે, તે ક્ષણમાં પરમાત્માનો પ્રવાહ ફરીથી વહી શકે છે તેથી લોકો સેંકડો વર્ષો સુધી વારંવાર તે ક્ષણે તીર્થ સ્થાને એકઠા થતા રહેશે. અને જો આ ઘણી વખત થાય છે તો તે સમય વધુ અને વધુ નિશ્ચિત બનશે તે એકદમ કાયમી થઈ જશે.
તીર્થનું ત્રીજું મહત્વ હતું : વિરાટ પાયે અવતરીત કરી શકાય તેવો સામૂહિક પ્રયોગ, જ્યારે લોકો સરળ હતા ત્યારે આવી ઘટનાઓ ખૂબ જ સહજતાથી થતી હતી. તે સમયકાળમાં તીર્થયાત્રા ખૂબ જ સાર્થક હતી. તીર્થયાત્રામાંથી ક્યારેય કોઈ ખાલી હાથે પાછું ફરતું નહોતું. પરંતુ આજે લોકો ખાલી હાથે પાછા આવે છે, છતાં માણસ ફરીથી ત્યાં જાય છે. તે સમયે કોઈ ખાલી હાથે પાછા ફરતા નહોતા તેઓ હંમેશા રૂપાંતરીત થયા પછી પાછા ફરતા. પરંતુ તે ખૂબ જ સરળ અને નિર્દોષ સમાજની ઘટનાઓ હતી. કારણ કે સમાજ જેટલો સરળ અને જ્યાં વ્યક્તિગત નો બોધ જેટલો ઓછો હોય ત્યાં તીર્થયાત્રાનો આ ત્રીજો પ્રયોગ કામ કરશે. નહીં તો કામ નહીં લાગે.
(ગહરે પાની પેઠ પુસ્તકમાંથી સૌજન્ય : ઓશો ઇન્ટરનેશનલ ફાઉન્ડેશન. www.osho.com)