લેટ્સ બ્રેક બેરિયર્સ… રોક ધ વર્લ્ડ!

મુંબઈ: અકત્રીસ ડિસેમ્બરે શું કરવું અથવા એક જાન્યુઆરીએ અમે ક્યાં છીએ એ પ્રશ્ન અમારી સામે ક્યારેય ઉપસ્થિત થતો નથી, કારણ કે તે સમયે અમે શાંતિથી હોલીડે માણતાં હોઈએ છીએ. અમારું ડેસ્ટિનેશન હોય છે, અમારું પોતાનું ઘર. આખું વર્ષ એટલો પ્રવાસ થાય છે કે નવા વર્ષનું સ્વાગત આપણા ઘરના મંદિરમાં ભગવાનને પ્રાર્થના કરીને કરવાનું સારું લાગે છે. વધુ એક મહત્ત્વની વાત એટલે ક્રિસમસ ન્યૂ ઈયરમાં કમ સે કમ પાંચ હજાર પર્યટકો દેશ-વિદેશમાં અલગ-અલગ ઠેકાણે પર્યટન કરતા હોય છે. વીણા વર્લ્ડ ટુર મેનેજર્સ તેમની સંગાથે હોય જ છે અને તેમની પડખે સતત ચોવીસ કલાક ઓફિસ ટીમ હોય છે. આથી અમને ડે-ટુ-ડે કશું કરવું પડતું નથી. છતાં આવી સુપરપીક સીઝનમાં, એટલે કે, સમર વેકેશન, એપ્રિલ, મે, જૂન, દિવાળી અને ક્રિસમસમાં અમે મુંબઈમાં ઓફિસમાં જ હોઈએ છીએ. ક્યાંય પણ કોઈ પણ પ્રોબ્લેમ આવે તો તુરંત એકબીજાના સંગાથથી તેનો ઉકેલ લાવવાનું આસાન બને છે. મુશ્કેલીઓના સમયમાં જ એકબીજાની વધુ જરૂર હોય છે અને તેથી જ અમે સૌની સાથે હોઈએ છીએ. આથી જ અમે ઘરે હતાં. રોજ રાત્રે સાડા નવ- દસ વાગ્યે સૂઈ જવાની આદત હોવાથી નવા વર્ષનું સ્વાગત કરવા બાર વાગ્યા સુધી જાગતાં કઈ રીતે રહેવું? એ પ્રશ્ન હતો. નેટફ્લિક્સ પર `જિંદગી ના મિલેગી દોબારા’ ફિલ્મ લગાવી. આટલાં વર્ષો પછી પણ આ ફિલ્મ તેટલી જ ફ્રેશ લાગે છે. સ્પેનના બેકગ્રાઉન્ડમાં સર્વ શૂટિંગ થયું હોવાથી તે કાયમ નજીકનું લાગે છે. મસ્ત લાગે છે. જીવન ખુશીમાં જીવો, રસ-રસમાંથી તેનો આસ્વાદ લો, મન પર કોઈ બોજ રાખો નહીં, ગભરાશો નહીં એવો સંદેશ આપનારી આ ફિલ્મનું એક વાક્ય મને કાયમ ગમે છે અને તે છે `ડર કે આગે જીત હૈ.’ ડરનો સામનો કરીએ અને આપણા જીવનમાંથી તે ડર કાયમનો કાઢી નાખીએ. લેટ્સ ફેસ ઈટ એન્ડ ઓવરકમ ઈટ!ખરેખર તો `ડર કે આગે જીત હૈ’ આ એક ઉત્તમ ટેગલાઈન કોઈક સોફ્ટ ડ્રિંકની જાહેરાતની છે. આજકાલ આપણે આરોગ્ય તરફ અથવા હેલ્ધી ફૂડ્સની પાછળ હોવાથી સોફ્ટ ડ્રિંક્સ કે પેકેજ્ડ ફૂડ ટાળીએ છીએ અને તે સારું જ છે એમાં કોઈ શંકા નથી. આરોગ્ય ઉત્તમ રાખવું તે મોટે ભાગે આપણા હાથોમાં છે એ વાત જેમ તેમને બહુ મોડેથી સમજાઈ પણ જ્યારે સમજાઈ ત્યારથી જ શરૂઆત કરવી જોઈએ તે રીતે અમે કર્યું. સર સલામત તો પગડી પચાસ. શક્યતઃ દવાઓ વિના જીવન જીવવાનો પ્રયાસ કરવાનો. હેલ્ધી રહીને, શરીરથી અને મનથી, એટલે કે, વિચારોથી અને આ જ અમારો પાયો છે, વીણા વર્લ્ડ વુમન્સ સ્પેશિયલ ટુર્સનો પણ. હસીએ, નાચીએ, ગાઈએ, રખડીએ, સજીએ-ધજીએ, ઘરની, ગામની, શહેરની, રાજ્યની, દેશની સીમા ઓળંગીએ. આત્મવિશ્વાસથી એક-એક પગલું આગળ મૂકીએ, જીવનને આનંદિત બનાવીએ, ઘરમાં પણ ઉત્સાહનો ફુવારો લગાવીએ.અગાઉ ઘણી વાર વુમન્સ સ્પેશિયલ ટુર્સ પર મહિલાઓને મળવા લેહ-લદ્દાખથી લંડન સુધી, શિમલાથી સેન ફ્રાન્સિસ્કો સુધી, ઓસ્ટ્રેલિયાથી અમેરિકા સુધી ક્યાંય પણ જ્યાં વુમન્સ સ્પેશિયલ ચાલુ હોય ત્યાં હું જતી હતી. પ્રચંડ પ્રવાસ કર્યો છે, પરંતુ ક્યારેય થાકી નથી, કારણ કે આ દરેક ટુર પર મહિલાઓ જે રીતે એન્જોય કરતી, સહેલગાહમાં જે ધગધગતો ઉત્સાહ દેખાતો તે જોઈને મને શક્તિ મળતી. નવવારીથી પાંચવારી, પાંચવારીથી પલાઝો, ચુડીદારમાંથી જીન્સ, જીન્સમાંથી સ્કર્ટ અને રીતસર સ્વિમિંગ કોશ્ચ્યુમ પહેરીને પૂલમાં મન મૂકીને મોજ માણનારી મહિલાઓનું ટ્રાન્સફોર્મેશન જોઈને મળતી ખુશીની કોઈ સીમા ન હતી.ખરેખર તો મને આ સર્વ મહિલાઓનો આભાર માનવાનું મન થાય છે, કારણ કે તેમણે ઊર્જા આપી. મારા જીવનને અને વ્યવસાયને અર્થ આપ્યો. કમર્શિયલી વ્યવસાય થતો હોય છે, પરંતુ તે કરતી વખતે જે એક પ્રકારનો સંતોષ મળવો જોઈએ તે આ વુમન્સ સ્પેશિયલે આપ્યો. આટલાં વર્ષોમાં મહિલાઓને ઉંબરો ઓળંગીને ઘરની બહાર નીકળીને મુક્ત આનંદ લેતી વખતે અમે સમાજની એક જરૂર પૂરી કરવામાં નાનું પણ કેમ ન હોય પરંતુ યોગદાન આપ્યું તેનો સંતોષ મળ્યો. `હું એકલી કઈ રીતે બહાર ફરવા નીકળું? લોકો શું કહેશે?’ આ ટેબુમાંથી બહાર આવવા ઘણાં વર્ષ લાગ્યાં. દરેક ટુર પર મારા અને મહિલાઓના સંવાદમાં એક જ વાત કહેવાની રહેતી, `છોકરી ભણી પ્રગતિ થઈ’ તે આપણને ખબર છે, પરંતુ `છોકરી આનંદિત થઈ તો ઘર સર્વ રીતે આનંદિત થાય છે.’ આથી છોકરીઓને પર્યટનના માધ્યમથી આનંદ આપવાનો આ પ્રયાસ છે. પોતાને ગિલ્ટમાં નાખશો નહીં. તમે ઘરની બહાર આવી રહ્યાં છો, ધમ્માલ કરી રહ્યાં છો, તે તમારી જરૂરરિયાત છે. પર્યટન આપણું ચાર્જર છે. ફાવે તે રીતે ત્રણ મહિને, છ મહિને કે વર્ષમાં કમ સે કમ એક વાર આ રીતે પોતાને ચાર્જ કરવાનું અને પછી હસતાં-હસતાં જીવનની સામે જવાનું.મહિલા ધીમે-ધીમે પોતાને અપરાધી મહેસૂસ કરવાની માનસિકતામાંથી બહાર આવી રહી છે. આ પછી અમારું લક્ષ્ય ઘરનાઓને મહિલાઓના આ પર્યટન તરફ મનઃપૂર્વક જોવા માટે પ્રવૃત્ત કરવાનું હતું,  કારણ કે અહીં દબંગશાહી નહોતી. જે કાંઈ કરવાનું હતું, તે પ્રેમથી કરવાનું હતું. `દેશની બહાર પર્યટન કરવાથી આત્મવિશ્વાસ વધે છે’ એ ઉક્તિ પ્રમાણે મહિલાઓ એકલી પર્યટન કરવા લાગી. તેમની અંદરના આ આવકાર્ય બદલાવના પડઘા ઘરમાં પડવા લાગ્યા. ઘરમાં ખુશી વધવા લાગી અને પછી `તું એકલી કઈ રીતે જશે?’ `તું અમને છોડીને કઈ રીતે જઈ શકે?’, `અમે આ રીતે છોકરાઓને અને પતિને છોડીને ભટકવા નથી જતાં’, `શું ભટકવાનું ભૂત માથામાં ભરાયું છે’, `આ રીતે પૈસાનો વેડફાટ કરતા શરમ નથી આવતી?’… આવી અને તેનાથી પણ અંતિમ કમેન્ટ્સ ઘેર-ઘેરથી આવતી ઓછી થવા લાગી. ટોણા મારનારી પાડોશણ અથવા સંબંધી ધીમે-ધીમે વુમન્સ સ્પેશિયલમાં આવવા લાગ્યા. ઘરના લોકોને વુમન્સ સ્પેશિયલના ટોનિકનું મહત્વ સમજાયું અને ઘરમાં ચીડ-ચીડ વધી જાય તો `અરે તારે હવે બહાર જવાની જરૂર છે’ એવું ઘરવાળા કહેવા લાગ્યા અને અમારી ખુશીનો કોઈ પાર નથી રહ્યો. હવે ઘરના લોકો વુમન્સ સ્પેશિયલની ટુર ગિફ્ટ આપવા લાગ્યા છે.બે હજાર છ વર્ષમાં, એટલે કે, સત્તર વર્ષ પૂર્વે પહેલી વુમન્સ સ્પેશિયલની સંકલ્પનાનો મેં અમલ કર્યો, સફળ બનાવી અને વીણા વર્લ્ડ બન્યા પછી તો હવે દર અઠવાડિયે અથવા દરરોજ વુમન્સ સ્પેશિયલ દ્વારા મહિલાઓ દેશના અથવા દુનિયાના ખૂણેખાંચરે મુક્ત રીતે વિહાર કરતી હોય છે, ધમ્માલ કરી રહી છે, મનની સુપ્ત ઈચ્છાઓ પૂરી કરી રહી છે, હવે તેઓ મસ્ત-મસ્ત કપડાં પહેરે છે, સિનેસ્ટાર્સની જેમ મોટ્ટા ગોગલ્સ પહેરે છે, અસંખ્ય ફોટોઝ પાડે છે, પોતાની પર પ્રેમ કરે છે અને`આઈ એમ ધ ક્વીન’ `હું જ મારી રાણી’નો રુઆબ છાંટી રહી છે. આ બધું કરતી વખતે અને થઈ રહ્યું છે ત્યારે વુમન્સ સ્પેશિયલ ક્યારેય ચીપ થઈ નહીં. ડિસન્સી અને એલીગન્સીનો સ્તર ક્યારેય છોડ્યો નથી. આથી જ વીણા વર્લ્ડ વુમન્સ સ્પેશિયલની આટલી બધી સહેલગાહ ભારતમાં અને દુનિયામાં સતત ચાલી રહી છે. આઠ માર્ચ આવી રહી છે. આપણો વુમન્સ ડે! એટલે કે, આમ જોવા જઈએ તો દરેક દિવસ આપણો જ હોય છે, પણ પર્યટન પર નીકળવા માટે કોઈક બહાનું જોઈએ ને. તેથી અમે `વુમન્સ ડે’ નિમિત્તે વધુમાં વધુ મહિલાઓને આ ખુશીના નવા રંગમાં પલળવા માટે કહી રહ્યાં છીએ. આ માટે અથાગ તૈયારી કરીએ છીએ. અમારી ઓફિસ ટીમ્સ અને ટુર મેનેજર્સ સજ્જ હોય છે `દે ધમ્માલ’ કરાવવા. આ વુમન્સ ડે પર અમે લઈ આવ્યાં છીએ દેશ-વિદેશના પચાસથી વધુ ટુર ઓપ્શન્સ. તેમાં મહિલા યુરોપમાં જવાનું જીવનભરનું સપનું સાકાર કરી શકે છે અથવા ઓસ્ટ્રેલિયાના મહાખંડનો પ્રવાસ કરી શકે છે અથવા જાપાન, કોરિયાની અદભુત દુનિયા જોઈ શકે છે અથવા રીતસર આપણા ઈન્ક્રેડિબલ ઈન્ડિયાનાં અમુક રાજ્યમાં પોતાના ટ્રાવેલ મિશન પૂર્ણ કરી શકે છે.સત્તર વર્ષ પછી, એટલે કે, એક્ચ્યુઅલી ગયા વર્ષે વુમન્સ સ્પેશિયલની ટુર્સમાં અમે અમુક વધુ સારા ફેરફાર કરવાનું શરૂ કર્યું. જ્યાં શક્ય છે ત્યાં રાફ્ટિંગ, કાયાકિંગ, હાયકિંગ, ટ્રેકિંગ, ડેઝર્ટ સફારી, વાઈલ્ડ લાઈફ સફારી, જેટબોટ રાઈડ, સનસેટ ક્રુઝ, સાયન્ટિફિક મસાજ જેવાં આકર્ષણોનો સમાવેશ કર્યો છે. ભારતીય ભોજન સાથે લોકલ ફૂડનો પણ આસ્વાદ લેવાનું શરૂ કર્યું છે. અગાઉ અમે ભારતીય ભોજન સર્વત્ર લેવાનો આગ્રહ કરતા, પરંતુ હવે આપણા ભારતમાં જ દુનિયાભરના ક્વિઝિન ઉપલબ્ધ થવાથી આપણી ટેસ્ટ ડેવલપ થઈ અને તેથી `લોકલ ફૂડ પણ આપો અમને જે તે સ્થળનું’ એવી ડિમાન્ડ વધવા લાગી અને અમે તે બદલાવ પણ લાવ્યાં. અલગ-અલગ એક્સપીરિયન્સીસ, એડવેન્ચર એક્ટિવિટીઝ, ફેશન શો, રેમ્પ વોક જેવી એક્ટિવિટીઝે વુમન્સ સ્પેશિયલ ટુર્સને વધુ હેપનિંગ બનાવી. ટુર પર આવનારી બહેનપણી અને ફેમિલી ગર્લ ગેંગ વધવા લાગી. હા, એકલી હોય તો પણ ડોન્ટ વરી, કારણ કે તમને રૂમ પાર્ટનર આપવાની ગેરન્ટી વીણા વર્લ્ડની, આથી નો એક્સ્ટ્રા ચાર્જ.સો, ચાલો ગર્લ્સ, આ વુમન્સ ડે પર મળીને બધાં દેશ-વિદેશમાં ભટકીએ, આત્મવિશ્વાસ વધારીએ, દ્રષ્ટિકોણ વ્યાપક બનાવીએ, ધમ્માલ કરીએ, ભવિષ્ય માટે અનમોલ યાદોનો સંગ્રહ કરીએ અને જીવન હસતાં-હસતાં ઝીલીએ… ક્યારેક મોરિશિયસના ભૂરા સમુદ્ર પર તો ક્યારેક લેહ લદ્દાખની હિમાલયી પર્વતમાળા સાથે, ક્યારેક અમેરિકાના ફ્રીડમ લેન્ડમાં તો ક્યારેક ઈંગ્લેન્ડની રાણીના રુઆબમાં, ક્યારેક યુરોપના અદ્વિતીય સૌંદર્ય સાથે તો ક્યારેક થાઈલેન્ડના સમુદ્ર પર… ચાલો બિન્ધાસ્ત! લેટ્સ બ્રેક બેરિયર્સ એન્ડ રોક ધ વર્લ્ડ!

અરાઉન્ડ ધ વર્લ્ડ

(વીણા પાટીલ)

veena@veenaworld.com