રશિયા: વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન વચ્ચે બંને દેશો વચ્ચેના સંબંધોને પહેલા કરતા વધુ સારા અને મજબૂત બનાવવા અંગે ઘણીવાર ચર્ચાઓ થતી રહે છે. હવે રશિયા ફરી એકવાર મૈત્રીપૂર્ણ સંબંધોનું ઉદાહરણ સામે આવ્યું છે. વર્ષ 2025માં ભારતીયો રશિયામાં વિઝા વિના મુસાફરી કરી શકશે.એક અહેવાલ મુજબ રશિયાના નવા વિઝા નિયમો લાગુ થયા બાદ ભારતીયો વિઝા વિના રશિયા જઈ શકશે. જૂનની શરૂઆતમાં, અહેવાલો સામે આવ્યા હતા કે રશિયા અને ભારતે એકબીજા માટે વિઝા પ્રતિબંધોને હળવા કરવા માટે દ્વિપક્ષીય કરાર પર ચર્ચા કરી હતી. તમને જણાવી દઈએ કે ભારતીયો ઓગસ્ટ 2023 થી રશિયા જવા માટે ઈ-વિઝા માટે પાત્ર છે. જોકે, ઈ-વિઝા જારી કરવામાં લગભગ ચાર દિવસ લાગે છે. ગયા વર્ષે ઈ-વિઝાની સંખ્યાના સંદર્ભમાં ભારતે પણ ટોચના પાંચ દેશોમાં પોતાનું સ્થાન બનાવ્યું હતું. રશિયાએ ભારતીય પ્રવાસીઓને 9,500 ઈ-વિઝા આપ્યા છે.