યોગનો અર્થ તમારા શરીરને વાળવું, તમારા શ્વાસને રોકવો, ઊંધુચત્તુ લટકવું અથવા આવું કંઈક કરવું નથી. અનિવાર્યપણે, જો તમે ઊંચી સંભાવના માટેના પગલા તરીકે જીવનની મૂળભૂત પ્રક્રિયાનો જ ઉપયોગ કરી રહ્યાં છો, જો તમારા જીવનના દરેક પાસા વિકાસની પ્રક્રિયા અને ઉપરની તરફ જવા માટે સીડી બની ગયા છે, તો તમે યોગમાં છો.
આવી પરિસ્થિતિ ઊભી કરવા અને તમારા શરીરને, તમારા મનને, દરેક વસ્તુને શક્ય બનાવવા અને તમારા જીવનમાં એ અવરોધ ન બને તે માટે ઘણી પધ્ધતિઓ અને અભ્યાસ છે. પરંતુ માત્ર અભ્યાસ એ યોગ નથી. તમે કેવી રીતે જીવો એ યોગ છે. ‘યોગ’ શબ્દનો શાબ્દિક અર્થ મિલન થાય છે. તમારું વિભાજન ફક્ત એટલા માટે થયું છે કેમ કે તમે તમારી ઓળખને વળગી રહ્યા છો. અનિવાર્યપણે, યોગનો અર્થ છે તમારી ઓળખને વિખેરો. તમે જે પણ પ્રકારની પ્રવૃત્તિ કરી રહ્યા છો, તમે તેની સાથે ઓળખાણ ધરાવો છો અને તમે તે પ્રકારના પૂર્વગ્રહ બનો છો. તે મનનો સ્વભાવ છે.
એકવાર તમે કોઈ વસ્તુ સાથે ઓળખાણ ધરાવો છો, તો તમારું મન ફક્ત ઓળખની આસપાસ કાર્ય કરે છે. જો તમે કહો, ‘હું ભારતીય છું’, તો તમે ભારતીય હોવાનું વિચારો છો અને અનુભવો છો. ‘રાષ્ટ્ર’ એ ફક્ત એક વિચાર છે, પરંતુ જે ક્ષણે તમે તે વિચાર સાથે પોતાની ઓળખાણ ધરાવો છો, તે જ સમયે તમે જે રીતે વિચારો છો, અનુભવો છો, સમજી શકો છો અને જીવનનો અનુભવ કરો છો તે બદલાઈ જાય છે. આ તમને ઘણાં વિવિધ સ્તરો પર થઈ રહ્યું છે. જે ક્ષણે તમે તમારી જાતને ઓળખ બનાવશો, તમે એક પ્રકારની ભેદભાવપૂર્ણ પ્રક્રિયા બની જાવ છો.
યોગની આખી પ્રક્રિયા તમને તમારી ઓળખથી અંતર આપવાની છે જેથી તમે તમારી ઓળખને જે રીતે સંચાલિત કરવાની જરૂર છે તે રીતે સંચાલિત કરી શકો. જો તમે તમારી ઓળખ વિખેરી દો છો, તો આ આખું અસ્તિત્વ જીવનનો એક વિસ્ફોટ છે. વિજ્ઞાન સાબિત કરી રહ્યું છે કે દરેક અણુ, અસ્તિત્વમાંનાં દરેક પરમાણું બાકીની દરેક વસ્તુ સાથે સતત સંપર્કમાં રહે છે. તમે કેમ ખોવાઈ ગયા છો? તમે ખોવાઈ ગયા છો કારણ કે તમે કોઈ વસ્તુ સાથે ઓળખાવવા લાગ્યા છો. તેથી યોગનો અર્થ તમારી ઓળખને એવી રીતે વિસર્જિત કરવાનો છે કે જો તમે અહીં બેસો, તો તમે ખરેખર પોતાને અસ્તિત્વ તરીકે અનુભવો, એક અલગ ઓળખ તરીકે નહીં. જો તમે એક ક્ષણ માટે પણ સમગ્ર અસ્તિત્વનો તમારા પોતાના ભાગ રૂપે અનુભવ કરો છો, તો તમે ફરી ક્યારેય પહેલા જેવા નહીં હોવ. દરેક માનવી માટે આ જાણવું શક્ય છે.
(સદગુરુ જગ્ગી વાસુદેવ)
(ભારતના પચાસ પ્રભાવશાળી લોકોમાં સ્થાન ધરાવનાર, સદગુરુ યોગી, રહસ્યવાદી, સ્વપ્નદ્રષ્ટા અને ન્યૂયોર્ક ટાઇમ્સના બેસ્ટ સેલિંગ લેખક છે. સદગુરુને તેની અસાધારણ અને વિશિષ્ટ સેવા બદલ ભારત સરકાર દ્વારા 2017 માં સર્વોચ્ચ વાર્ષિક નાગરિક એવોર્ડ- પદ્મ વિભૂષણથી સન્માનિત કરવામાં આવ્યા છે.)