સદગુરુ: સાચી ગરિમા શું છે?

સાચી ગરિમા તેણે જ ખબર છે, જે પાપ પુણ્યથી પરે છે. આ પ્રકારના વ્યક્તિને જીવન કે મૃત્યુનો ભય સતાવતો નથી. સફળતા કે નિષ્ફળતાની, સ્વીસ્કૃતિ કે વિરોધની ક્ષણોમાં વિચલીત થતો નથી. જે મુક્ત છે તે જ આ ગરિમાને સમજી શકે છે. આ કોઈ ઉપર છલ્લી ગરિમાની વાત નથી. પણ મનની ક્ષુદ્રતા સાથે, જે આપણને પક્ષપાતપૂર્ણ પ્રેમ અને અંતરભાવની ભાવનાથી મુક્તિ આપે છે, જે ફુલની જેમ ખીલે છે તેવી ગરિમાની વાત છે.

ગરિમા એવી કોઈ વસ્તુ નથી, જે આપી કે છીનવી શકાય. એને ફક્ત અર્જીત કે સર્મપીત કરી શકાય. આપણા સૌ માટે ગરિમા ત્યારે જ થશે, જ્યારે આપણે સૌ કોઈને પોતાના ભાગ રૂપે શામેલ કરીશું. કોઈ વ્યક્તિ,  પોતે કોણ છે, શું છે, શું વિચારે છે, શું અનુભવે છે અને પોતાના જીવનમાં કેવા કાર્યો કરે છે, તે બાહ્ય શક્તિ કે પરીબળોથી નક્કી નથી કરવામાં આવતું. વ્યક્તિ પોતાના અસ્તિત્વમાં રહી પ્રતિક્રિયાની સ્થિતિમાં રહે તો, તે ગરિમાને ઓળખશે જ નહીં. જ્યારે તે આ બધામાંથી મુક્ત થાય છે અને આંતરિક રીતે કામ કરવાનું શરૂ કરે છે, ત્યારે જ તે ખરા અર્થમાં ગરિમાને જાણે છે.

મારા કાર્યમાં, ગ્રામીણ અને ખાસ કરીને ગરીબ સમાજમાંથી આવતા ગ્રામીણ લોકો, શહેરોની ભયાનક ઝૂંપડપટ્ટીમાં, મેં ઘણા ગરિમામય લોકોને જોયા છે. હું એવી ચોક્કસ ક્ષણ લાવવા માંગુ છું કે, જેમાં આપણે સૌ કોઈ સંપૂર્ણપણે તે ગરિમાથી પ્રભાવિત થઈએ.

અમે દક્ષિણ ભારતની જેલમાં “જેલના કેદીઓ માટે ઈનર ફ્રિડમ” નામનો પ્રોગ્રામ કરી રહ્યા છીએ, જેમાં એક સ્થાનિક જેલમાં એક યુવાન હતો. જેને ત્રણ લોકોની હત્યા કરી હતી અને આજીવન કેદની સજા થઈ હતી. યુવાન પાસે ગુમાવવા જેવું કશું જ ન હોતું, તે ખૂબ હિંસક હતો સાથે તેને ચોક્કસ પ્રકારનો ડર અને અસલામતીની લાગણી હતી. કારણ કે ધીમે ધીમે તે વૃદ્ધ થઈ રહ્યો હતો. તેને ડર હતો કે, કોઈ આવશે અને જેલમાં તેનું પ્રભુત્વ છીનવી લેશે. આથી તે બિનજરૂરી હિંસા કરતો. તેણે મને કહ્યું, કે યોજનાના ભાગરૂપે અઠવાડિયામાં એક વાર તો, કોઈક ને મારતો જ. જેથી અન્ય  કેદીઓને ખ્યાલ રહે કે અહીંનો બોસ કોણ છે. અમે તે યુવાનને ધ્યાનની ચોક્કસ પ્રક્રિયા અને ચિંતનની રીતો શીખવી. ત્યારબાદ રમતના મેદાનમાં બન્યું એવું કે, અન્ય ત્રણ કેદીઓએ તેના પર હુમલો કર્યો અને તેને નીચે પાડી દીધો. તેની સાથે મારામારી કરી અને તેના મોઢા પર લાત મારી છતાં, યુવાને કોઈ પ્રતિક્રિયા ન આપી ન.

તે પછી, એ યુવાન ઊભો થયો અને ત્યાંથી ચાલવા લાગ્યો. બીજા દિવસે, જ્યારે અમે તેને આ ઘટના અંગે પુછ્યું તો. તેનો જવાબ સાંભળી હોલમાં બેઠેલા લગભગ તમામ લોકની આંખોમાં આંસુ આવી ગયા હતા. તે યુવાને કહ્યું, “અત્યાર સુધી હું લોકને મારવામા મારી તાકત સમજતો હતો. પણ હવે મને નવા પ્રકારની શક્તિનો અહેસાસ થઈ રહ્યો છે, જો કોઈ મને મારે તો મને એ વ્યક્તિને સામે મારવાની જરૂર નથી. મારે કોઈ પ્રતિક્રિયા નથી આપવાની.” મારા મતે આજ સારી ગરિમાનો ચહેરો છે. ગરીબી, અમીરી કે સમૃદ્ધિના કારણે ગરિમા નથી આવતી. ગરિમા આવે છે, કારણ કે તમે તમારી આસપાસ જે થઈ રહ્યું છે. તેનાથી વિક્ષેપિત થતાં નથી.

(સદગુરુ, જગ્ગી વાસુદેવ)

દેશના પચાસ સૌથી વધુ શક્તિશાળી વ્યક્તિઓમાં સ્થાન ધરાવતા સદગુરુ યોગી, રહસ્યવાદી, સ્વપ્નદ્રષ્ટા અને બેસ્ટસેલિંગ લેખક છે. ભારત સરકારે સદગુરુની પ્રશંસનીય સેવા બદલ 2017માં તેમને દેશના સર્વોચ્ચ નાગરિક એવોર્ડ ‘પદ્મ વિભૂષણ’થી નવાજીને તેમનું સન્માન કર્યું હતું.