સદગુરુ: વિશ્વમાં ફક્ત બે પ્રકારના લોકો છે – રહસ્યવાદી અને ભૂલ કરનારા. તેને ખૂબ સરળ શબ્દોમાં કહીએ તો – જો તમે જીવનને જીવનની જેમ જોઈ રહ્યાં છો, તો તમે વિશ્વની નજરમાં રહસ્યવાદી છો. જો તમે ખરેખર જાણવા ઇચ્છતા હોવ, તો જેટલી વહેલી તકે તમે તમારામાં રહેલી બધી બકવાસને દૂર કરશો, તેટલું સારું. જો તમારી ધારણા તમારા જીવનમાં સમયાંતરે બદલાતી રહે છે, તો સ્વાભાવિક છે કે તમે ગઈકાલે શું કર્યું અથવા ગઈકાલે તમે જીવનને કેવી રીતે જોયું, તેમાં ભૂલ હશે. તમે અત્યારે જે કરો છો તે તમને યોગ્ય લાગશે, પરંતુ તે તમને આવતીકાલે એક ભૂલ જેવું લાગી શકે છે, અને તમે જે આવતીકાલે કરશો, તે પછાડથી યોગ્ય પણ લાગી શકે છે. શું આવું કાયમ નથી થતું?
તેથી, આપણે જીવનને કેવી રીતે અનુભવીએ છીએ તેમાં એક મોટી ભૂલ છે. જ્યારે એ સુધરશે, ત્યારે લોકો માનશે કે તમે એક રહસ્યવાદી છો કારણ કે તમે જીવનને એવી રીતે સમજવા લાગશો કે તમે એ તર્કમાં બંધબેસી નહી શકો; તે તર્કથી ઉપર છે. તર્ક એ તમારા જીવનનો એક નાનો ભાગ છે – તમે તેમાં ક્યારેય જીવનને બેસાડી શકતા નથી. તમે તર્કને તમારા જીવનમાં બેસાડી શકો, પરંતુ જીવનને ક્યારેય તર્કમાં બંધ કરી શકો નહીં.
જ્યારે તમે તમારી માતાના ગર્ભાશયમાં હોવ, તમારી આંખો હોવા છતાં, તમે જોઈ શકતા નથી, કાન હોવા છતાં સાંભળી શકતા નથી – નહીંતર તમે જાણતા કે અંદર કેવું છે. જન્મના ક્ષણે, તમારા ઇન્દ્રિયો કુદરતી રીતે ખૂલે છે કારણ કે તે અસ્તિત્વ માટે જરૂરી છે. પરંતુ જો અસ્તિત્વની બહારની કોઈ પણ વસ્તુ ખોલવી હોય, તો થોડા પ્રયત્ન કરવા પડે છે.
ઉદાહરણ રૂપે, ધારો કે શિશુ તરીકે, તમે એક જંગલમાં છોડી દીધા અને તમે ક્યારેય માનવ સમાજ સાથે સંપર્કમાં નથી આવ્યા. તો તમને ખાદ્ય વસ્તુનો ઉપયોગ ખબર હશે પણ શું તમે જાણશો કે કોઈ ભાષા કેવી રીતે વાંચવી, લખવી કે બોલવી? ના. અસ્તિત્વની બહારની કોઈપણ બાબત તમારા માટે ખુલશે નહીં સિવાય કે તમે પ્રયત્ન કરો.
ટેક્નોલોજી ઉપકરણો વિશે નહીં પરંતુ આપણા જીવનને એવી રીતે ગોઠવવા માટે હોવી જોઈએ કે અસ્તિત્વ ટકાવી રાખવાની પ્રક્રિયા વગર મહેનતે થાય અને માનવીઓ પાસે અન્ય પાંસાઓ અને પરિમાણો શોધવાનો સમય અને જગ્યા હોય. મનુષ્યના ગહન આંતરિક શોધખોળના આધારા ઊભા કરવા માટે સમય અને સાધનમાં રોકાણ કરવાનો સમય હવે આવી ગયો છે, જ્યાં સુખાકારી અને મુક્તિ છે.
(સદગુરુ, જગ્ગી વાસુદેવ)
ભારતના પચાસ સૌથી પ્રભાવશાળી લોકોમાં સ્થાન પામેલા, સદ્ગુરુ એક યોગી, દિવ્યદર્શી, યુગદ્રષ્ટા અને ન્યૂયોર્ક ટાઇમ્સના બેસ્ટ સેલિંગ લેખક છે. સદ્ગુરુને અસાધારણ અને વિશિષ્ટ સેવા માટે 2017માં ભારત સરકાર દ્વારા ભારતનો સર્વોચ્ચ વાર્ષિક નાગરિક પુરસ્કાર “પદ્મ વિભૂષણ” આપવામાં આવ્યો છે. સાથે જ તેઓ વિશ્વના સૌથી મોટા લોક અભિયાન, કોન્શિયસ પ્લેનેટ – માટી બચાવોના સ્થાપક છે જે 4 અબજથી વધુ લોકો સુધી પહોંચ્યું છે.